દિપાવલીના પાવન પર્વ નિમિત્તે કુડાસણ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન
દિપાવલીના પાવન પર્વ નિમિત્તે મિલાપ ટાટારિઆ દ્વારા આયોજિત અને ટીટુસી ટ્યુશન ક્લાસના સહયોગથી તા. ૧૦/૧૧/૨૦૨૩, શુક્રવારના રોજ સવારે ૯:૩૦ કલાકે કુડાસણ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધામાં રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તો ઇચ્છુક લોકોએ પોતાના નામ, ધોરણ અને ઉંમર સાથે ૮૧૬૦૦૬૫૬૨૭ પર સંપર્ક કરીને નામ નોંધાવી રજિસ્ટ્રેશન કરાવી લેવું. સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિજેતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે.