ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્યની જામીન અરજી પર 1 ડિસેમ્બરે થશે સુનાવણી
બહુચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલની મુશ્કેલી વધી રહી છે. આજે તેમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં આરોપી તથ્ય પટેલે દિવાળી જેલમાં જ કાઢવી પડશે. મળેલી જાણકારી અનુસાર આરોપી તથ્યની જામીન અરજી પર 1 ડિસેમ્બરના રોજ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલે અભ્યાસને લઈ જામીન પર મુક્ત કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે. જેના પર બચાવપક્ષ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, તથ્ય કેસની તપાસમાં સહકાર આપશે અને તેને અભ્યાસ માટે જામીનની અરજી કરી છે.