સરકારી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ચૂક ચાલાવી લેવાય નહી: ગુજરાત હાઇકોર્ટ
રાજ્યમાં વિવિધ સરકારી પરીક્ષાઓમાં થતી ગેરરીતિ અને ચુકને લઈ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. 2014માં લેવાયેલ ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે ચાલી રહેલા કેસ મામલે હાઇકોર્ટની આકરી ટકોર સામે આવી છે. કેસમાં સંડોવાયેલા અને 8 વર્ષથી ફરાર આરોપીના આગોતરા જામીન સમયે કોર્ટે ટકોર કરી છે. તેમજ ગેરરીતિના આરોપીઓને જામીન આપવા બાબતે અને અન્ય કેટલીક ટકોર પણ કરી છે. સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, સરકારી પરીક્ષાઓમાં કોઈપણ પ્રકારની ચૂક ચાલાવી લેવાય નહી અને લાખો યુવાનો દિવસ-રાત એક કરીને પરીક્ષાની તૈયારી કરતા હોય છે. હાઈકોર્ટે જણાવ્યું કે, કેટલાક અસામાજીક તત્વોને કારણે હજારો યુવાનોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. 2014માં લેવાયેલ ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે ચાલી રહેલા કેસ મામલે હાઇકોર્ટની આકરી ટકોર કરી છે.