રમતગમત

ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં શામીની રેકોર્ડ બ્રેક 7 વિકેટ, પીએમ મોદીએ કર્યા વખાણ

વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ મેચ દરમિયાન ભારતીય બોલર મોહમ્મદ શમીએ તરખાટ બોલિંગ કરીને 7 વિકેટ ઝડપી લીધી હતી. અને ભારતીય ટીમને મોટી જીત અપાવી હતી. શામીએ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 7 વિકેટ લઇ ICC ODI ટૂર્નામેન્ટના ઇતિહાસમાં નોકઆઉટ મેચમાં સાત વિકેટ લેનાર પ્રથમ બોલર પણ બન્યો છે. ઉપરાંત, શમી એક ODI મેચમાં સાત વિકેટ લેનારો ભારતનો પ્રથમ બોલર બન્યો છે.

આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મોહમ્મદ શમી ભારત માટે વનડેમાં સાત વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો છે. તેણે સ્ટુઅર્ટ બિન્નીના ODIમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો રેકોર્ડ તોડ્યો હતો. બિન્નીએ 2014માં બાંગ્લાદેશ સામે મીરપુરમાં ચાર રન આપીને છ વિકેટ લીધી હતી. શમી વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય બોલર પણ બન્યો હતો. તેણે આશિષ નેહરાને પાછળ છોડી દીધો. નેહરાએ 2003માં ડરબનમાં ઈંગ્લેન્ડ સામે 23 રન આપીને છ વિકેટ લીધી હતી. સાથે સાથે

વડાપ્રધાન મોદીએ શામીની બોલિંગના ખૂબ વખાણ કર્યા છે. અને કહ્યું હતું કે, “આજની સેમિફાઇનલ શાનદાર વ્યક્તિગત પ્રદર્શનને કારણે વધુ ખાસ બની ગઈ હતી.” મોહમ્મદ શમીની શાનદાર બોલિંગને આવનારી પેઢીઓ ક્રિકેટ પ્રેમીઓ યાદ રાખશે. શામી સારી રીતે રમ્યો!”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *