રાંધેજા-પેથાપર હાઈવે પર ગત મોડી રાત્રે કારના અકસ્માતમાં 5 પિતરાઈ ભાઈના મોત
ગાંધીનગરમાં ફિલ્મ જોઈ પરત માણસા જઇ રહેલા લોકોની કારને અકસ્માત સર્જાયો છે જેમાં 6 લોકો સવાર હતા. ગાંધીનગરના રાંધેજા-પેથાપર હાઈવે પર ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 પિતરાઈ ભાઈઓના મોત નીપજ્યા છે. એકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. ફિલ્મ જોઈ પરત જઇ રહેલા યુવાનોની કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર રાત્રે ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ હતી અને 5 પિતરાઈ ભાઇઓના કરુણ મોત નિપજયા હતા. એકની હાલત ગંભીર હોવાની જાણકારી સાંપડી રહી છે. 5 પિતરાઈ ભાઈઓના મોત થતાં ગામમાં અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.