ahemdabadઆંતરરાષ્ટ્રીયગુજરાતરમતગમતરાષ્ટ્રીય

ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચને યાદગાર બનાવવા કાર્યક્રમોની ભરમાર

આઇસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરને રવિવારના રોજ વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો યોજાશે. આ રોમાંચક મુકાબલાને જોવા દેશના વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ આવવાના છે અને સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને ડે. વડાપ્રધાન આવવાના હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. હજી એના માટે ઓફિસિયલ જાહેરાત કરાઈ નથી. આને લઈ અમદાવાદમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

આ મેચને લઈ ઘણી ફિલ્ફી હસ્તીઓ અને મોટા ગજના નેતાઓ હાજર રહેશે જેને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એર – શો, સંગીત કાર્યક્રમ, રોડ શો, કેપ્ટનોનું સ્વાગત સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. જેથી આ મેચ યાદગાર બની રહેશે.

 

 

કાર્યક્રમોની ભરમાર

  • મહામુકાબલાની શરૂઆત બપોરે 12.30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના 10 મિનિટના એર શો સાથે થશે. આ સમય દરમિયાન, IAFની સૂર્યકિરણ ટીમ સ્ટેડિયમની ઉપર સ્ટંટ કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ વખત 9 હોક્સ એક્રોબેટિક્સ કરશે.
  • આ પ્રદર્શન ફ્લાઈટ કમાન્ડર અને ડેપ્યુટી ટીમ લીડર વિંગ કમાન્ડર સિદ્ધેશ કાર્તિકના નેતૃત્વમાં થશે. ભારતીય વાયુસેનાએ આ પહેલા ક્યારેય આ પ્રકારની મેચમાં આકાશમાંથી સલામી આપી નથી. આ પ્રથમવાર થશે. સૂર્યકિરણની ટીમ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કરશે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર વર્ટિકલ એર શો કરશે.
  • ભારતના પ્રખ્યાત સંગીતકાર પ્રિતમનું લાઈવ પરફોર્મન્સ હશે. આ દરમિયાન સ્ટેડિયમમાં લગભગ 500 ડાન્સર્સ પણ પરફોર્મ કરશે. સંગીતકાર પ્રિતમ – દેવા ઓ દેવા, કેસરિયા, લેહરા દો, જીતેગા જીતેગા, નગાડા નગાડા, ધૂમ મચાલે, દંગલ-દંગલ સોન્ગ ગાશે.
  • હાફ ટાઈમ પરફોર્મન્સ સાંજે 5.30 કલાકે 15 મિનિટ માટે રહેશે.પરેડ ઓફ ચેમ્પિયન્સ હેઠળની પહેલીવાર વર્લ્ડકપના વિજેતા કેપ્ટનને મેચ દરમિયાન સન્માનિત કરવામાં આવશે. BCCI વિશ્વ કપ વિજેતા તમામ કેપ્ટનોનું સન્માન કરશે.
  • ICC ક્રિકેટ વર્લ્ડ કપની સાથે સાથે, તેમની વિજયી ક્ષણોની 20 સેકન્ડની રીલ મોટી સ્ક્રીન પર ચલાવવામાં આવશે.
  • બીજી ઇનિંગની બીજી ડ્રિંક બ્રેક રાત્રે 8.30 કલાકે 90 સેકન્ડ માટે રહેશે. આ દરમિયાન લેસર શો થશે.
  • મેચ બાદ વર્લ્ડ ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવશે. તેમજ 1200 ડ્રોન રાત્રે સુંદર આકાર બનાવશે. આ પછી આતશબાજી કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *