ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને 60 અન્યાય કર્યા, કેન્દ્ર સરકારની ગુજરાતને થપ્પડ.

ગાંધીનગર :

કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. 2014માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ગુજરાતને અન્યાયની થપ્પડ મારી છે. તેના પડઘા લોકસભામાં પડે એવી શક્યતા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નોના ઉત્તરોમાં આ વિગતો બહાર આવી છે. ઓગસ્ટ-2018ની લોકસભાની સત્તાવાર માહિતી પુસ્તીકામાં આ બાબતો સામે આવતાં ગુજરાતના પૂર્વ નાણાં પ્રદાન સૌરભ દલાલ વારંવાર જાહેર કરતાં હતા કે ગુજરાતને વડાપ્રધાન મનમોહન સીંગ ઓછા નાણાં આપીને અન્યાય કરે છે. પણ હવે નરેન્દ્ર મોદી કે જે ગુજરાતના છે તેઓ ઓછા નાણાં આપીને ગુજરાતને થપ્પડ મારી રહ્યાં છે. 60 અન્યાઓ અહીં આપવામાં આવ્યા છે.

શું છે અન્યાયની થપ્પડ ?

1 – અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા બાબતે કેન્દ્ર સરકાર પાસે કોઈ દરખાસ્ત નથી કે કેન્દ્ર સરકાર આવી કોઈ દરખાસ્ત મોકલવા ગુજરાતની ભાજપ સરકારને કહ્યું નથી. ગુજરાત સરકારે કર્ણાવતીની કોઈ દરખાસ્ત બે વર્ષથી મોકલી નથી.

2 – અમદાવાદને મેટ્રો સિટી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારે કોઈ પ્રયાસ કર્યા નથી. ગુજરાત સરકારે પણ છેલ્લાં બે વર્ષમાં કોઈ દરખાસ્ત મોકલી નથી.

3 – 2019ના ગુજરાતના 51 તાલુકા અન 3291 ગામોમાં દુષ્કાળ જેવી હાલત છે. ગુજરાત સરકારે કેન્દ્રની નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર પાસેથી રૂ.1725 કરોડની સહાય માંગી હતી. તેમાં કેન્દ્રની મોદી સરકારે એક પણ રૂપિયો આપ્યો નથી. ખેડૂતો અને પશુઓ પરેશાન છે.

4 – 2017માં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી ખેડૂતો, માલધારીઓ, મકાન માલિકોને પારાવાર નુકસાન થયું હતું. તે માટે ગુજરાતની રૂપાણી સરકારે રૂ.2094.92 કરોડની માંગણી કેન્દ્રની મોદી સરકાર સમક્ષ કરી હતી. જેમાં કોઈ રકમ આજ સુધી આપવામાં આવી નથી.

5 – હજીરા કોસ્ટ ગાર્ડ સ્ટેશન સ્થાપવા માટે મનમોહન સીંગની કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પણ તેઓ વડાપ્રધાન બનતા જ તે ભૂલાઈ ગયું. ગુજરાત સરકારે પણ બે વર્ષમાં કોઈ માંગણી પણ કરી નથી.

6 – ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરી 2009માં આજથી 10 વર્ષ પહેલાં અમદાવાદના સાણાંદ નજીક ટાટા મોટર્સને દર વર્ષે 2,50,000 કારનું ઉત્પાદન કરવાનું હતું. પણ 2016માં 11,323, 2017માં 3,120 અને 2018માં માત્ર 512 નેનો કારનું ઉત્પાદન થયું હતું.

7 – રાષ્ટ્રીય હીત માટે પોતાની જાતનું બલિદાન આપી દેનારા વ્યક્તિને રાજ્ય સરકારે છેલ્લાં 2 વર્ષથી કોઈ પુરસ્કાર આપેલો નથી.

8 – ગુજરાતના 11 મધ્યમ કક્ષાના અને 20 નાના બંદરો પર સુરક્ષા અપૂરતી હોવા અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને બે વર્ષમાં એક પણ રજૂઆત કે દરખાસ્ત કરીને સલામતી આપવાની માંગણી કરી નથી.

9 – ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ માટેનું અનુદાન આપવા 17 મે 2016માં માંગણી ગુજરાત સરકારે કરી હતી પણ કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે આવી કોઈ રકમ 2016માં ફાળવી શકાય તેમ નથી. 2013માં પણ આવો જ જવાબ કેન્દ્ર સરકારે આપી દીધો હતો.

10 – અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી છેલ્લા બે વર્ષથી કોઈ રકમ આપી નથી.

11 – લઘુમતીઓના વિકાસ માટે છેલ્લાં બે વર્ષમાં કેન્દ્ર સરકારે કોઈ રકમ આપી નથી. અહીં સૌનો વિકાસ જોવા મળતો નથી.

12 – જેલની સુધારણા માટે અગાઉની સરકારોએ કરોડો રૂપિયા આપ્યા હતા પણ છેલ્લા બે વર્ષથી ભાજપની મોદી સરકારે એક રૂપિયો પણ આપ્યો નથી. અ મોટો અન્યાય છે.

13 – પોલીસ બેડાનું આધુનિકીકરણ કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએ મનોમોહન સીંહની સરકારે રૂ.78.43 કરોડ 2013-14માં ગુજરાતને આપ્યા હતા. પણ મોદી સરકાર આવ્યા પછી 2017-18માં રૂ.33 કરોડ, 2018-19માં રૂ.27 કરોડ આપ્યા હતા. ગુજરાતને કેન્દ્ર સરકારે અન્યાય કર્યો છે.

14 – જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન હેઠળ મોનમોહન સિંહની કેન્દ્ર સરકારે 2013-14માં રૂ.185.81 કરોડ આપ્યા હતા. ભાજપની મોદી સરકારે 2017-18માં રૂ.73.84 કરોડ, 2018-19માં રૂ.17.41 કરોડ જ આપ્યા છે. અહીં એક થપ્પડ ગુજરાતને મારવામાં આવી છે.

15 – ક્રાઈમ એન્ડ ક્રીમીનલ સીસ્ટમ માટે કેન્દ્ર સરકારે 2016માં રૂ.16.75 કરોડ, 2017માં રૂ.2.39 કરોડ અને 2018માં રૂ.2.72 કરોડ જ ફાળવ્યા છે.

16 – રાજીવ ગાંધી યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી 2017માં રૂ.39.24 કરોડ અને 2018માં માત્ર રૂ.6.63 કરોડ ફાળવેલા છે.

17 – ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાલીમ માટે કેન્દ્ર સરકારે 2017 અને 2018માં એક પણ રૂપિયાની ગ્રાંટ આપી નથી.

19 – કૌશલ્ય વર્ધન કેન્દ્રોને ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોની સ્થાપના, અપગ્રેડેશન, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને સોફ્ટ સ્કીલ તાલીમ માટે 2017 અને 2018માં એકપણ રૂપિયાની રકમ આપી નથી કે મદદ કરી નથી.

20 – ગુજરાત કોળી ઠાકોર વિકાસ નિગમને 2017-18માં રૂ.8.50 કરોડ અને 2018-19માં રૂ.7.50 કરોડ ફાળવેલા છે.

21 – રાષ્ટ્રીય જમીન દફતર સંચાલન કાર્યક્રમ હેઠળ સરકાર તરફથી રૂ.2017-18માં રૂ.10 કરોડ અને 2018-19માં કોઈ રકમ આપી નથી.

22 – રાજ્ય કક્ષાએ આંકડા તંત્રને વ્યૂહાત્મક રીતે સંગીન બનાવવા માટે 2017-18માં રૂ.6.12 કરોડ અને વર્ષ 2018માં કોઈ રકમ આપી નથી.

23 – 2017માં વાયબ્રંટ સિમિટમાં 42.98 લાખ રોજગારી મળવાની હતી. પણ તેની સામે 2.95 લાખ લોકોને નોકરી મળી હતી. જે માત્ર 7 ટકા થાય છે. એટલી રોજગારી તો સામાન્ય સંજોગોમાં મળતી રહે છે.

24 – છેલ્લાં 2 વર્ષમાં એક પણ નવા બંદર બનાવવાની જાહેરાત કરી નથી.

25 – દરિયાઈ સરહદી સુરક્ષા અંગેની સમીક્ષા માટે રચેયેલા રાજ્ય કક્ષાની સમિતિની બેઠક વર્ષમાં 2 વખત મળવી જોઈએ પણ 2 વર્ષમાં એક જ બેઠક મળી છે.

26 – 2017-18ના નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે કોઈ નાણાં ગુજરાતને આપ્યા નથી.

27 – 2013ના કેન્દ્ર સરકાર સમક્ષ પડતર પ્રશ્નો પૈકી આઈ. વી. લીમીટ નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને છેલ્લાં બે વર્ષથી એક પણ રજૂઆત કે દરખાસ્ત પણ કરી નથી. જે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે માંગણી કરી હતી. પણ તેઓ વડા પ્રધાન બનતા પડતર પ્રશ્નો ભૂલાઈ ગયા છે.
નાણાં આપવામાં અન્યાય

28 – 11થી 14માં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સીંઘે ગુજરાતને વધુ નાણા ફાળવણી કરી હતી. જયારે ગુજરાતના નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્ય ગુજરાતને 10 ટકા ઓછા નાણાં આપ્યા છે.

29 – ગુજરાતને કેન્દ્ર સરકારના અન્યાયની બુમો પાડીને સત્તા મેળવનાર મોદી સરકારે ગુજરાતને કરેલા હળહળતા અન્યાય કર્યો છે. ડો. મનમોહન સિંઘના વડાપ્રધાન સમયના 12મા નાણા પંચના વર્ષ 2005-06 થી 2009-10ના પાંચ વર્ષ અને 13માં નાણા પંચના 2010-11થી 2014-15 સુધીના વર્ષ માટે 12 ટકા વધારે નાણાં ગુજરાતને આપ્યા હતા.

30 – 13માં નાણા પંચના 1010-11 માં 7.72 ટકા વર્ષ 2011-12માં 6.69 ટકા અને વર્ષ 2012-13માં 3.51 ટકા વધારે નાણાં ગુજરાતને મનોમોહન સીંઘ સરકારે આપ્યા હતા.

31 – ભાજપ સરકારે 14માં નાણાં પંચ દ્વારા અપેક્ષિત 2015-16થી 2018-19ના વર્ષ માંટે 11.61 ટકાનો ઘટાડો કર્યો છે. રૂ. 3,38,150 કરતાં ઓછો છે. તેની સામે જે 6 ટકા વધારો મળવો જોઈતો હતો તે ગણવામાં આવે તો ગુજરાતને રૂ.70,000 કરોડ ઓછો મળ્યા છે. ત્રણ વર્ષમાં આવી રકમ ગુજરાતને ગુમાવી છે જે ગુજરાત વિરોધ છે. ગુજરાતને નુકશાન કરતાં અને ગુજરાતને અન્યાય થયો છે. જો પાંચ વર્ષ ગણવામાં આવે તો રૂ.1.10 લાખ કરોડ ઓછા નાણાં આપ્યા છે.

32 – રૂ.70 હજાર કરોડ નાણાં મળ્યા હોય તો ગુજરાતના તમામ ગરીબ લોકોને મફતમાં ઘર બાંધીને સરકાર આપી શકાત. નર્મદા બંધની બાકી નહેરોનું તમામ કામ પૂરું થઈ ગયું હોત. ગુજરાતનું જે દેવું છે તે આ રકમથી ભરી આપી શકાય હોત.

33 – યુપીએ સરકાર દ્વારા ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલ કરવાની ચુસ્તતા સામે એનડીએની બંને સરકારોની ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલાતની શિથિલતા-નિષ્ફળતા સ્પષ્ટ થાય છે. હાલની એનડીએની ૧૪મા નાણા પંચના બજેટ એસ્ટીમેટના પાંચ વર્ષોની ગ્રોસ ટેકસ વસુલાત સરેરાશ દર વર્ષે રાજયોને 10 ટકા ઓછી ફાળવણી કરનાર મોદી સરકાર આર્થિક મોરચે સદ્દંતર નિષ્ફળ ગયાનું અને સાથોસાથ ગુજરાતને ઓછી નાણા ફાળવણી કરીને મોટો અન્યાય કર્યાનો ઘટસ્ફોટ લોકસભાના ઓગસ્ટ-2018ના બુલેટીનમાં થયો છે.

ગુજરાતને અન્યાય થયો ? રાજ્ય સરકારે 1949.92 માંગ્યા, કેન્દ્ર સરકારે 1469 કરોડ આપ્યાં

34 – ગરીબોને અન્યાય – ગુજરાતના ગ્રામીણ ગરીબોને મનરેગામાં રોજગારી આપવા ગુજરાત સરકારે, 2016 અને 2017માં કુલ રૂ.1949.92 કરોડની સહાય માંગી હતી. પણ કેન્દ્રની ભાજપ સરકારે રૂ.481.21 કરોડની ઓછી ફાળવણી કરી હતી. આમ બે વર્ષમાં જ આ એક જ યોજનામાં રૂ.500 કરોડ ઓછા આપીને ભાજપની રૂપાણી સરકારને થપ્પડ મારી હતી.

35 – સરદાર સરોવર માટે રૂ.2076 કરોડ ઓછા ફાળવ્યા છે. સરદાર સરોવર યોજનાનો રાજકીય લાભ લેવામાં ભાજપ સરકારે કસર છોડી નથી. ભાજપની સરકારે હોમસ્ટેટ ગુજરાતને નર્મદા યોજના પાછળ રૂ. 2076.86 કરોડ ઓછા ફાળવ્યા હતાં. જો તે પૂરા ફાળવ્યા હોય તો તેમાંથી 7 જિલ્લાની નર્મદા નહેરો બાકી રાખી છે તે પૂરી થઈ ગઈ હોત. લોકસભાની ચૂંટણી વખતે મનમોહન સિંહ સરકારે ગુજરાતને ઘોર અન્યાય કર્યો હોવાની જાહેરાતો ટેલિવિઝનમાં ભાજપ બતાવીને અન્યાયની થપ્પડ પડતી હોય એવું લોકોને લોકસભાની ચૂંટણી વખતે કહેતો હતો. મતદારોને ભરમાવ્યા હતા હવે ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓ ગુજરાતને અન્યાય કરી રહી છે. 2016-17માં સરદાર સરોવર નર્મદા બંધ માટે રૂ.2368.14 કરોડ માંગ્યા હતા, જેની સામે માત્ર રૂ.1643.52 કરોડ જ કેન્દ્રની ભાજપ સરકારે આપ્યા હતા. 2017-18માં રૂ.2322.39 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત સામે રૂ.970.16 કરોડ ગ્રાન્ટ આપી હતી. આમ જો પાંચ વર્ષનો હિસાબ નર્મદા યોજના માટે ગણવામાં આવે તો રૂ.5000 કરોડ ઓછા મળ્યા હતા.

36 – ગુજરાતમાં ભારે પૂર આવ્યા હતા ત્યારે સરકારે રૂ.4473.47 કરોડના નુકશાનીનો અંદાજ 2016-17માં મૂક્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે અંગુઠો બતાવીને માત્ર રૂ.871 કરોડ આપ્યા હતા. જે ગુજરાતના દુઃખી લોકોને રૂ.3602.47 કરોડની થપ્પડ પડી હતી જેની ગુંજ ગુજરાતના ખેડૂતોને આજ સુધી સંભળાઈ રહી છે. ખેડૂતોને કાને તમ્મર આવી ગયા હોય એવી મોટી આ રકમ કેન્દ્રની ભાજપ સરકારે આપી છે.

37 – ગરીબો માટે અનાજ પકવવા કેન્દ્ર સરકાર દ્વાર ઓછા દરનું કેરોસીન ગુજરાત સરકારને આપે છે. 2015 અને 2016માં બે વર્ષમાં 1.16 લાખ કિલો લિટર કેરોસીન ગુજરાતને ઓછું આપવામાં આવ્યું છે. તેથી લાખો ગરીબો પોતાનું રસોડું ચાલુ રાખી શક્યા ન હતા. પણ સામે જે કેરોસીન આવતું હતું કે બારોબાર બજારમાં વેચી મારવામાં આવતું હતું. આમ ગુજરાતની સરકાર પણ થપ્પડ મારી લેતી હતી. ત્યારે સૌરભ દલાલ મૌન હતા. રૂપાણી પણ મુંગા બની ગયા હતા. ત્યારે આનંદીબેન પટેલ મુખ્ય પ્રધાન હતા અને તેમને ત્યાં સુધી હાંકી કઢાયા ન હતા.

38 – ગુજરાતને વર્ષ 2016ની સરખામણીમાં વર્ષ 2017માં 21,16,08,000 લીટર કરોસીનના જથ્થો પર કાપ મૂક્યો હતો. 2016માં 56,30,16,000 લીટર કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. વર્ષ 2017માં 35,28,48,000 લીટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. આમ કેન્દ્રમાં બેઠેલા ગુજરાતના નેતાઓ પોતે જ અન્યાય કરી રહ્યા છે.

39 – શિક્ષક કોઈ વાદ્યાર્થીને લાફો મારે ત્યારે તે શિક્ષક સામે ભૂપેન્દ્ર ચૂડાસમા પગલાં ભરે છે. પણ જ્યારે કેન્દ્ર સરકારમાં બેઠેલા પોતાના નેતાઓ ગુજરાતને અન્યાયની થપ્પડ મારે ત્યારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા મૌન બની જાય છે. 2018માં ગુજરાતને શિક્ષણ માટે કેન્દ્ર સરકારે રૂ.320.45 કરોડ ઓછું ફંડ આપ્યું હતું.

40 – પાક વીમાની બીજી થપ્પડ પડી છે. વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકારે રૂ.25,000 કરોડની રકમ ખાનગી કંપનીને ચુકવી પણ ગુજરાતના ખેડૂતોને કોઈ રકમ આપી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. 2016માં ખેડુતોના હિત માટે વડાપ્રધાન પાક વિમા યોજના શરૂ કરી હતી. જો કે અઢી વર્ષના ટુંકા ગાળામાં જ આ યોજનામાં 17 ટકા સુધી ખેડૂતોનો ઘટાડો થયો છે. રાજ્ય ખરીફ 2016માં 18.42 લાખ ખેડૂતોએ વીમા સરકારે આપ્યા હતા. 2018માં તે ઘટીને 12 લાખ કરી દેવાયા હતા. ખેડૂતોને વીમો ન આપીને એક લપડાક મારી હતી. જેનો અવાજ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં વિજય રૂપાણીની ભાજપ સરકારને પડી હતી.

41 – એઈમ્સનો રૂ.1200 કરોડનો અન્યાય. કેન્દ્રમાં ભાજપની સરકારને પૂરા થવાને હવે માત્ર 100 દિવસ રહ્યાં છે ત્યારે રહીરહીને ગુજરાતને રૂ.1200 કરોડની એઈમ્સ આપી છે. જો તે આજથી 4 વર્ષ પહેલાં આપી હોત તો તે બની પણ ગઈ હોત. પણ ગુજરાતને આ હોસ્પિટલ આપવામાં અન્યાય કરાયો છે. ભારત સરકારે 2014-15માં અંદાજપત્રથી જ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળમાં એઈમ્સની સ્થાપના માટે કામગીરી શરૂ કરી દીધી હતી. ગુજરાતમાં તેમ થઈ શક્યું ન હતું. આમ ગાલ પર પડેલી થપ્પડનો ઈલાજ આ હોલ્પિટલમાં ભાજપના નેતાઓને ક્યારે મળશે તે નક્કી નથી.

42 – ગુજરાતને અન્યાય, ટીવી રીલે કેન્દ્ર બંધ ખંભાતનું ટીવી રીલે કેન્દ્ર બંધ કરી દેવાયા બા ઈડર અને શામળાજી દૂરદર્શન કેન્દ્રો પણ બંધ કરી દેવાયા છે. આમ કેન્દ્ર સરકાર દૂરદર્શનને હવે તાળા મારવા માટે તૈયાર થતી હોય તેમ કોસ્ટ કટીંગ માટે આવા લોક ઉપયોગી રીલે કેન્દ્રો બંધ કરી રહી છે. જેના કારણે લોકોને દૂરદર્શન કે ડીડી ગીરનાર જેવી ટીવી ચેનલો જોવા નહીં મળે. લોકો આ ચેનલો કોઈ ચાર્જ આપ્યા વગર જોતા હતાં. હવે તે બંધ કરી દેવાનું નક્કી કરાતાં રૂ.200 થી 250 ચેનલોને ખર્ચ પેટે આપવા પડશે. પ્રસાર ભારતીને આવો નિર્ણય લેવી ફરજ કોણે પાડી છે તે એક સવાલ છે. કરોડો રુપિયાનું રોકાણ કરનાર પ્રસાર ભારતી હવે તે રોકાણનો કોઈ ફાયદો પણ નહીં મેળવી શકે. ગુજરાતમાં આવા તમામ રીલે કેન્દ્રો બંધ કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. તેમ થતાં ગ્રામ્ય વિસ્તારોની પ્રજા પર કરોડો રૂપિયાનો આર્થિક બોજ પડશે. આમ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને આવી રીતે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું ગ્રામ લોકો જણાવી રહ્યા છે.

43 – આયુર્વેદિક કોલેજોમાં કેન્દ્રનો આન્યાય. ગુજરાતની 20થી વધુ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોને કેન્દ્રના આયુષ વિભાગ દ્વારા 2018માં મંજુરી મળી ન હતી. કેન્દ્રિય આયુષ વિભાગના સેક્રેટરી ગુજરાતના જ છે ત્યારે આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોની મંજૂરીમાં પોલંપોલની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને ગુજરાતને અન્યાય થઈ રહ્યો હોવાની પણ વિદ્યાર્થીઓ,વાલીઓ અને કોલેજોની ફરિયાદ છે.

44 – હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને અન્યાય. દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, સુગર, કેમિકલ, એગ્રિકલ્ચર, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કરોડો રૂપિયાની રેવન્યુ રળી આપે છે, છતાં આ ઉદ્યોગો પાસે નિકાસ માટે કોઈ સારી સગવડ અથવા સુવિધા કેન્દ્ર સરકારે આપી નથી, ઇન્ટરનેશનલ કક્ષાનું એરપો‌ર્ટ નથી. સીધા અને આડકતરા વેરામાં બીજા રાજયોની સરખામણીએ ભારે અસમાનતા છે. આ તમામ સમસ્યાના નિરાકરણની આશા હતી જે ઠગારી નિવડી છે. આ માટે કંઈ થયું નથી. લોકો એવું કહેવા લાગ્યા છે કે થપ્પડતો અમને પડી છે.

45 – ગેસમાં અન્યાય. દિલ્હી મુંબઇ કરતાં વધુ મોંધા ભાવે ગુજરાતને ગેસ આપી કેન્દ્રની સરકાર ગુજરાતને અન્યાય કરી રહી હોવાનું અરુણ જેટલીએ 20 ઓગસ્ટ 2012માં જાહેર કરીને ગુજરાતની ચૂંટણી જીતવામાં જુઠાણા ફેલાવ્યા હતા. તુરંત પૂર્વ નાણા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, દિલ્હી-મુંબઇને જે ભાવે ગેસ અપાય છે તે ભાવે ગુજરાતને મળે તો ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી 30 ટકા ઓછા ભાવે ગેસ આપવા તૈયાર છે. . કેન્દ્રી કોંગ્રેસ સરકાર છેલ્લા વર્ષોથી ગુજરાતની પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા ધસડી ગઇ છે. છતાં કોંગ્રેસ પ્રજાના હામી હોવાના ખોટા દેખાડા કરી જુઠ્ઠા નિવેદનો દ્વારા ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે પણ ગુજરાતની પ્રજા આવા તત્વોને બરાબર ઓળખી ગઇ છે એમ તેમણે જણાવ્યું હતું. પણ ગુજરાતની પ્રજાના ગાલ પર સૌરભ પટેલ અને અરુણ જેટલી થપ્પડ મારતાં હોય તેમ આજ સુધી ગેસના ભાવ નીચા તો લઈ નથી ગયા પણ ગેસ વાપરતા ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે અને ઘર વપરાશનો ગેર બે ગણા ભાવે વેચાય છે.

46 – નાણાકીય ફાળવણીમાં 10 ટકા ઘટાડો કર્યો છે. 11થી 14માં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સીંઘે ગુજરાતને વધુ નાણા ફાળવણી કરી હતી. જયારે ગુજરાતના નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્ય ગુજરાતને 10 ટકા ઓછા નાણાં આપ્યા છે.

47 – ડો. મનમોહન સિંઘના વડાપ્રધાન સમયના 12મા નાણા પંચના વર્ષ 2005-06 થી 2009-10ના પાંચ વર્ષ અને
13માં નાણા પંચના 2010-11થી 2014-15 સુધાના વર્ષ માટે 12 ટકા વધારે નાણાં ગુજરાતને આપ્યા હતા. 13માં નાણા પંચના 1010-11 માં 7.72 ટકા વર્ષ 2011-12માં 6.69 ટકા અને વર્ષ 2012-13માં 3.51 ટકા વધારે નાણાં ગુજરાતને મનોમોહન સીંઘ સરકારે આપ્યા હતા.

જયારે ભાજપ સરકારે 14માં નાણાં પંચ દ્વારા અપેક્ષિત 2015-16થી 2018-19ના વર્ષ માંટે 11.61 ટકાનો ઘટાડો કર્યો છે. રૂ. 3,38,150 કરતાં ઓછો છે. તેની સામે જે 6 ટકા વધારો મળવો જોઈતો હતો તે ગણવામાં આવે તો ગુજરાતને રૂ.70,000 કરોડ ઓછો મળ્યા છે. ત્રણ વર્ષમાં આવી રકમ ગુજરાતને ગુમાવી છે જે ગુજરાત વિરોધ છે. ગુજરાતને નુકશાન કરતાં અને ગુજરાતને અન્યાય થયો છે.

48 – જો રૂ.70 હજાર કરોડ નાણાં મળ્યા હોય તો ગુજરાતના તમામ ગરિબ લોકોને મફતમાં ઘર બાંધીને સરકાર આપી શકત. નર્મદા બંધની બાકી નહેરોનું તમામ કામ પૂરું થઈ ગયું હોત. ગુજરાત ુર જે દેવું છે તે આ રકમથી ભરી આપી શકાય હોત.

49 – યુપીએ સરકાર દ્વારા ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલ કરવાની ચુસ્તતા સામે એનડીએની બંને સરકારોની ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલાતની શિથિલતા-નિષ્ફળતા સ્પષ્ટ થાય છે. હાલની એનડીએની ૧૪મા નાણા પંચના બજેટ એસ્ટીમેટના પાંચ વર્ષોની ગ્રોસ ટેકસ વસુલાત સરેરાશ દર વર્ષે રાજયોને 10 ટકા ઓછી ફાળવણી કરનાર મોદી સરકાર આર્થિક મોરચે સદ્દંતર નિષ્ફળ ગયાનું અને સાથોસાથ ગુજરાતને ઓછી નાણા ફાળવણી કરીને મોટો અન્યાય કર્યાનો ઘટસ્ફોટ લોકસભાના ઓગસ્ટ-2018ના બુલેટીનમાં થયો છે.

50 – અમરેલી-બનાસકાંઠામાં આવેલા પૂર સહાય પેટે માગ્યા રૂ. ૨,૦૯૪.૯૨ કરોડ, બતાવ્યો ઠેંગો.
51 – ૨૦૧૮-૧૯ના દુકાળમાં રાહત પેટે માગ્યા ૧,૭૨૪ કરોડ, આપ્યા માત્ર ૧૨૭ કરોડ.
52 – અમદાવાદ-ગાંધીનગરને ટ્વિન સિટી ગણી મેટ્રોસિટીનું સ્ટેટસ ના મળતાં આશરે દોઢ લાખ સરકારી-અર્ધસરકારી
54 – અમદાવાદને પશ્ચિમ રેલવેનું વડું મથક આપવાની માગણી અભરાઇએ.
55 – પોલીસતંત્રના આધુનિકીકરણ માટે અગાઉ સરેરાશ રૂ. ૧૦૦ કરોડ મળતા હતા, હવે તદ્દન નગણ્ય રકમ.
56 – લઘુમતીઓના વિકાસ માટે, જેલ સુધારણા માટે, કૌશલ્ય વર્ધન કેન્દ્રો માટે, સ્ટેટેસ્ટિકલ બ્યૂરો માટે, આઈટીઆઈ માટે, ૩૧ મધ્યમ-નાના બંદરોની સુરક્ષા માટે કોઈ જ મદદ નહીં.

57 – કેનદ્ર સરકારે નવી કોઈ મોટી સિંચાઈ યોજના ગુજરાતને આપી નહીં.

58 – બંધ મિલો ચાલું કરવા માટે કોઈ સહાય આપી નહીં.

59 – હીરા ઉદ્યોગમાં 3 વર્ષથી મંદી પણ 40 લાખ હીરાઘસુઓને કોઈ મદદ નહીં

60 – ભ્રષ્ટ રાજનેતાઓ સામેના કેશ જડપથી ચલાવવા તથા ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર બંધ કરાવીને ચોકીદાર બનવાની જાહેરાત કરી પણ અમલ કર્યો નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x