ગાંધીનગર

બીબીએ કોલેજ નાં ૧૨ વિદ્યાર્થીઓનું સહજાનંદ લેસર ટેકનોલોજી લીમીટેડ ખાતે સમર ઇન્ટર્નશીપ પ્લેસમેંટ

ગાંધીનગર :

ગાંધીનગર સ્થિત કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી. કૉલેજ ઓફ બિઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બીબીઍ)નાં વિદ્યાર્થીઓની ઇન્ટર્નશીપ માટે કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓનાં અભ્યાસની સાથે-સાથે કોર્પોરેટ જગતનો પ્રાયોગિક અનુભવ થાય એ હેતુ થી કોર્પોરેટની મુલાકાત તેમજ તાલીમ અને ત્યારબાદ જોબ પ્લેસમેન્ટ જેવા કાર્યક્રમો કોલેજ સતત કરતી રહે છે. તેમજ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ-જગત સાથે સતત તાદાત્મ્ય જાળવી રાખે છે. બીબીઍ નાં ૧૯ વિદ્યાર્થીઓ ની ઉપરોક્ત પ્રતિષ્ઠિત કંપની માં ઈન્ટરવ્યું આપ્યા હતા જેમાંથી ૧૨ ની પસંદગી થઇ હતી.  ઉપરોક્ત વિદ્યાર્થીઓ માટે કોલેજ દ્વારા વિશેષ તાલીમ સત્રનું આયોજન કરવા માં આવે છે. જેથી  વિદ્યાર્થીઓ કોર્પોરેટ વાતાવરણ માટે તૈયાર થઇ વિવિધ ક્ષેત્રે કંપનીઓ માં કાર્યરત થઇ શકે.

પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટીના હેડ ડો.જયેશ તન્ના દ્વારા કંપનીને આમંત્રિત કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન કર્યું હતું. કંપની તરફથી નીલોફર મેડમ (એચ-આર.હેડ ગુજરાત) દ્વારા સંપૂર્ણ સહકાર સાંપડ્યો હતો. તેમજ કંપની તરફ થી પ્રસન્ન શુક્લા ટેલેન્ટ એક્વેજીશનતેમજ અપર્ણા અવસ્થી એચ. આર. મેનેજરને કાર્યક્રમમાં આવકાર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ ને કંપનીના અધિકારીશ્રી દ્વારા ઇન્ટર્નશીપ માટેના મહત્વપૂર્ણ મુદ્દાઓનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કંપની વિષેની ઉપયોગી માહિતી વિદ્યાર્થીઓ ને આપવા માં આવી હતી. જેમાં માર્કેટ, ઇન્સટ્રુમેંટ, એડમિનિસ્ટ્રેશન, બેક ઓફીસ, આઈ.ટી. વિભાગ, પ્રોડક્શન વિભાગ, માર્કેટ વિભાગ બાબતે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. જેમાં તેઓ આગામી ૩૦ દિવસ કાર્ય કરી અનુભવ મેળવશે. વિદ્યાર્થીઓની પ્રી ઇન્ટર્નશિપ તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓ ને આગામી ૩૦ દિવસ માં તેઓને ઇન્ટર્નશિપ દરમ્યાન જે કાર્ય વિશેષ સોંપવા માં આવે તેના તમામ પાસાઓ ની સમજ અહીં તાલીમ દરમ્યાન ઊંડાણપૂર્વક વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ઉપરોક્ત બે દિવસીય તાલીમ શિબિર માં પ્રેઝન્ટેશન તમજ સોફ્ટસ્કીલ, કમ્યુનીકેશન બાબતે તાલીમ આપવા માં આવી હતી. તમામ વિદ્યાર્થીઓ ને કંપની તરફથી પ્રમાણપત્ર આપવા માં આવશે.

સ્નાતક કક્ષા ઍ પ્લેસમેંટ તેમજ ઇન્ટેન્શીપ કરાવતીગુજરાત ની પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે બીબીઍ કૉલેજ નુંકાર્ય અદભૂત કહી શકાય.વિદ્યાર્થીઓ અભ્યાસ ની સાથેસાથે પ્રેક્ટિકલ જ્ઞાન આ ઇન્ટેન્શીપ દ્વારા મેળવશે અને આ ૩૦ દિવસ માં તાલીમ મેળવી મેનેજમેન્ટ અભ્યાસક્રમ સાથેસાથે પ્રેક્ટીકલ જ્ઞાન મેળવવા નાં અભિગમનો સદુપયોગ કરશે. દેશની નામાંકિત કંપની ઑબીબીઍ નાં વિદ્યાર્થીઓ ને ઇન્ટેન્શીપ માટેપ્રથમ પસંદગીઆપે છે પણ બીબીએ કૉલેજ નાં વિદ્યાર્થીઓ નું  શિસ્ત,વ્યવહાર તેમજ જ્ઞાન ને ધ્યાન માં રાખી અનેક પ્રતિષ્ઠિત કંપનીઓ માં વિદ્યાર્થીઓ ને ઇન્ટેન્શીપ નો મોકો મળ્યો છે જે વિદ્યાર્થીઓ તેમજ કૉલેજ માટે ગૌરવનીં બાબત છે.આ ઇન્ટેન્શીપ દરમિયાન વિદ્યાર્થીઓ મેનેજમેન્ટના વિવિધ ક્ષેત્રે સુચારુ સંચાલન કરશે.બીબીએ કૉલેજ ને ગૌરવ છે કે વિદ્યાર્થીઓ ઇન્ટેન્શીપ દ્વારા મેનેજમેન્ટનાં અભ્યાસક્રમ માં જ ઇવેંટ મેનેજમેન્ટ સહીત મેનેજમેન્ટ ના તમામ ક્ષેત્રના ગુણો શીખે છે.

કૉલેજ તરફથી કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય ડૉ.રમાકાન્ત પૃષ્ટિ ટ્રૅનિંગ અને પ્લેસમેંટના હેડ ડૉ.જયેશ.જે.તન્ના અને ડો. આશિષ ભુવા  દ્વારા સંકલન કરવા માં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x