સેક્ટર-૨૫ ખાતે ચિલ્ડ્રન્સ યુથ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન
આગામી ૩ ડિસેમ્બરે, રવિવાર ના રોજ સેક્ટર-૨૫, પીપળા ચોક ખાતે મિલાપ ટાટારિઆ દ્વારા આયોજિત અને ટ્રીક ટુ ક્રિએટ ના સહયોગથી ચિલ્ડ્રન્સ યુથ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ફુગ્ગા ફોડ, લોટ ફૂંક અને બ્રોડ જંમ્પ જેવી સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવનારને આયોજકો દ્વારા પ્રમાણપત્ર તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ટ્રોફી આપીને ગૌરવ સાથે સન્માનિત કરવામાં આવશે અને ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. સ્પર્ધામાં ૫ વર્ષથી ૨૦ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. દરેક વયજૂથમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વિજેતા જાહેર કરવામાં આવશે.
સ્પર્ધામાં નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે. સ્પર્ધામાં ફક્ત ૩૦ સંખ્યા લેવાની હોવાથી રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે ૮૧૬૦૦૬૫૬૨૭ પર સંપર્ક કરીને વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવી લેવું તેમ આયોજક દ્વારા જણાવવામાં આવેલ છે.