રાષ્ટ્રીય

23 નવેમ્બરથી 15 ડિસેમ્બરના દરમિયાન દેશમાં 38 લાખ લગ્ર પ્રસંગો યોજાશે

દેશભરમાં શિયાળાની શરૂઆતથી જ લાગસરા શરૂ થઇ જાય છે. CAITના વડા પ્રવીણ ખંડેલવાલે આપેલી જાણકારી મુજબ, 23 નવેમ્બરથી 15 ડિસેમ્બરના સમયગાળા દરમિયાન દેશમાં આશરે 38 લાખ લગ્ર પ્રસંગો યોજાશે અને તેની પાછળ લગભગ રૂપિયા 4.7 લાખ કરોડનો ખર્ચ થશે. જે ગયા વર્ષે આશરે રૂપિયા 3.75 લાખ કરોડ થયો હતો. દેશમાં નવેમ્બર મહિના દરમિયાન લગ્નની તારીખ 23,24,27,28,29 છે,

જ્યારે ડિસેમ્બર દરમિયાન લગ્નની તારીખ 3,4,7,8,9 છે. બિઝનેસ સંગઠન કોન્ફીડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના જણાવ્યા અનુસાર, આ સિઝનમાં ગ્રાહકો દ્વારા લગ્નને લગતી ધૂમ ખરીદી તથા વિવિધ સેવાઓની જરૂરિયાતને લઈ કરવામાં આવતા ખર્ચનું પ્રમાણ

આ વખતે અગાઉની તુલનામાં આશરે એક લાખ કરોડથી વધારે રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીં પ્રસ્તુત માહિતી વિવિધ રાજ્યના આશરે 30 શહેરોમાં બિઝનેસ યુનિટ તથા ગુડ્સ-સર્વિસિને લગતા હિતધારકો પાસેથી મળેલી આંકડાકીય માહિતી પર આધારિત આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *