ગાંધીનગર

ધારાસભ્ય રીટાબેનની ઉપસ્થિતિમાં પાણી અને ગટરની કામગીરીને લઈ સમીક્ષા બેઠક યોજાઇ

ગાંધીનગર મતવિસ્તારમાં વિકાસકાર્યો ની ચાલી રહેલ કામગીરીને લઈ યોજાયેલ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય રીટાબેન ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ અધિકારીઓને કામ બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.

ગાંધીનગર મતવિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યો 24×7 વોટર સપ્લાય, ગટર વ્યવસ્થાનું નવીનીકરણ તથા તેને કારણે નુકશાન થયેલા રસ્તાઓની દુરસ્તી કરી ડામરકામ કરવા માટેની કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવેલી હતી. સેકટરોમાં ચાલી રહેલા પાણી અને ગટરના અધૂરાં કામો સત્વરે પૂર્ણ કરી અને તેની ઉપર રસ્તા કરવા માટેનું આયોજનની સમિક્ષા કરવામાં આવી હતી.

સમીક્ષા બેઠકના અંતે પ્રથમ તબક્કે સેક્ટર-20 થી 30 તેમજ સેક્ટર-13 અને 14 ના અધૂરા ગટર-પાણીના કામો સત્વરે 31 મી ડીસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે પાણી અને ગટરના અધિકારીઓને માર્ગદર્શન આપી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનાં તાંત્રિક અધિકારીઓ, પાટનગર યોજના વિભાગના તાંત્રિક અધિકારીઓ, પાણી તેમજ ગટર યોજનાના કામના ઇજારદારના પ્રતિનિધિઓ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (ટાટા)ના પ્રતિનિધિઓ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x