ગાંધીનગર તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ ગુજરાત વિદ્યાપીઠ કેમ્પસ સાદરા ખાતે યોજાયો
રાજ્યમાં યોજાયેલ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓના લાભો તેમજ કૃષિ વિષયક વિવિધ માહિતીઓ આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતો સુધી પહોચતી કરવામાં આવી હતી. રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર ગાંધીનગર સહિત રાજ્યના તમામ તાલુકાઓમાં તારીખ ૨૪/૧૧/૨૦૨૩થી ૨૫/૧૧/૨૦૨૩ દરમિયાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સાદરા ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગાંધીનગર તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતોને રવિ પાકો વિશે અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવામાં આવી હતી. તારીખ 24/11/2023તેમજ 25/11/2023 બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ સાદરા ખાતે ઉજવવામાં આવ્યો હતો. માનનીય અધ્યક્ષ (કા. કુલનાયક શ્રી ગુજરાત વિદ્યાપીઠ) પ્રો.ભરતભાઈ જોષી તેમજ બી કે પટેલ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દાતિવડા કૃષિ યુનિ, પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, મ. ખે.ની એસ વી પટેલ તેમજ રાજકીય હોદ્દેદાર, તાલુકા ભાજપ પ્રમુખ, પૂર્વ મહામંત્રી ગાંધીનગર તાલુકા, ગાંધીનગર તાલુકા મહામંત્રી,
કિસાન સંઘ પ્રમુખ ગાંધીનગર, કિસાન સંઘ મહામંત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ, સરપંચ તેમજ પ્રગતિશિલ ખેડૂત, વિસ્તરણ અધિકરીઓ, ગ્રામસેવક સ્ટાફ, આત્મા સ્ટાફ તેમજ જિલ્લા અને તાલુકા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ સંવાદ, પ્રદશન સ્ટોલ, સેવાસેતુ, પ્રાકૃત્તિક ફાર્મ મુલાકાત જેવા જુદા જુદા વિષયો હતા, જેમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આજુબાજુના ગામના 700 જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા.