પીએમ મોદીએ તેજસમાં ભરી ઉડાન, તસ્વીરો કરી શેર
વડાપ્રધાન મોદીએ બેંગલુરુમાં ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. અને ઉડાન ભરી એ સમયની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવી હતી. પીએમ મોદીએ બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સુવિધાની મુલાકાત લીધી. પીએમઓના જણાવ્યા અનુસાર તેઓ તેજસ જેટના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કરવા આવ્યા હતા.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા મારફતે તસ્વીરો વાયરલ કરતા કહ્યું હતું કે, मैं आज तेजस में उड़ान भरते हुए अत्यंत गर्व के साथ कह सकता हूं कि हमारी मेहनत और लगन के कारण हम आत्मनिर्भरता के क्षेत्र में विश्व में किसी से कम नहीं हैं। भारतीय वायुसेना, DRDO और HAL के साथ ही समस्त भारतवासियों को हार्दिक शुभकामनाएं।