વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩ને રાજ્યભરમાં મળ્યો વ્યાપક પ્રતિસાદ
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશભરમાં આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨૦૨૩’ને ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. તા. ૨૪ નવેમ્બરના રોજ ગુજરાતમાં બનાસકાંઠાના ૨૦ ગામ, ભરૂચના ૧૯, છોટાઉદેપુરના ૪૮, ડાંગના ૪૦, દાહોદના ૧૦૦,નર્મદાના ૪૦, સુરતના ૬૦, વલસાડના ૪૦, મહેસાણાના ૧૩, પાટણના ૧૬, બોટાદના ૪, સુરેન્દ્રનગરના ૨૦, મોરબીના ૧૨, પોરબંદરના ૮, કચ્છના ૧૨, અમરેલીના ૧૦,રાજકોટના ૫, જામનગરના ૮, ગીર સોમનાથના ૬ અને જૂનાગઢ જિલ્લાના ૮ એમ ૨૦ જિલ્લાઓની ૪૮૯ ગ્રામ પંચાયતોમાં અંદાજે ૧,૫૦,૯૧૬ ભાઇઓ અને બહેનો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થયા હતા.
આ યાત્રા દરમિયાન રાજ્યમાં કુલ ૧.૪૮ લાખથી વધુ નાગરિકોએ વિવિધ સંકલ્પ લીધા હતો. આ પ્રસંગે ૨૪,૩૧૯ નવા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા હતા જેમાંથી ૧૭,૪૦૪ કાર્ડનું મહાનુભાવોના હસ્તે યાત્રા દરમિયાન સ્થળ પર જ વિતરણ કરાયું હતું. આ યાત્રા દરમિયાન વિવિધ ગામોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ ૫૬,૧૧૮ નાગરિકોએ આરોગ્ય તપાસ કરાવી હતી. ઉપરાંત ૨૫,૩૦૦ વ્યક્તિઓની ટી.બી.રોગની તપાસ તેમજ ૧૩,૮૪૯ વ્યક્તિઓની સિકલ સેલની તપાસ કરાઇ હતી. ‘મારૂ ભારત’ અંતર્ગત કુલ ૨,૮૮૯ સ્વયંસેવક નોંધાયા હતા. જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૩,૫૨૦ નામ નોંધવામાં આવ્યા છે. ૧,૮૯૯ મહિલાઓને, ૨,૮૪૬ વિદ્યાર્થીઓને, ૩૭૫ રમતવીરોને તેમજ ૨૭૯ સ્થાનિક કલાકારીગરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ‘મેરી કહાની મેરી જૂબાની’ અંતર્ગત ૩,૦૬૯ લાભાર્થીઓ નોંધાયા છે. ૩૯૨ ગામોમાં ડ્રોન નિદર્શન તેમજ ખાસ ‘સોઈલ હેલ્થ કાર્ડ’ ઝૂંબેશ અંતર્ગત ૬૨૯ નિદર્શન કરાયા હતા. રાજ્યમાં જૈવિક ખેતી કરતા ૨,૮૪૧ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ પણ યોજાયો હતો.
૪૪૬ ગ્રામ પંચાયતો ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ ધરાવે છે. ૪૨૧ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા જલ જીવન મિશન અંતર્ગત જ્યારે ૩૨૯ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.જનધન યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. વધુમાં ૩૪૨ ગ્રામ પંચાયતોને ૧૦૦ ટકા પી.એમ.કિસાન યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવી છે. આ ૨૦ જિલ્લામાં ૪૬૫ ગ્રામ પંચાયતો ઓ.ડી.એફ. પ્લસ જાહેર કરવામાં આવી છે. જ્યારે ૪૫૬ ગ્રામ પંચાયતોનો ૧૦૦ ટકા જમીન રેકર્ડ ડિજિટાઇઝેશન કરવામાં આવ્યો છે તેમ, ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેટ નોડલ ઓફિસર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું