રાજ્યમાં હવે માવઠાની શક્યતા નહી, ઠંડીમાં વધારો થશે: હવામાન વિભાગ
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ થયેલા માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને કારણે હવે નુકસાનને લઈ વળતરની માંગ ઉઠી રહી છે. ભર શિયાળે થયેલ કમોસમી વરસાદે ઠંડીમાં જોરદાર વધારો નોંધાયો હતો.હવે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, હવે માવઠાનું સંકટ ટળી ગયું છે. રાજ્યમાં હવે માવઠાની શક્યતા નહી છે. જોકે ઠંડીમાં વધારો થશે. આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાત પરથી વરસાદી સિસ્ટમ પસાર થઈ ચૂકી છે ત્યારે હવે કમોસમી વરસાદ પડવાની કોઇ શક્યતા નથી. આ સાથે જ મંગળવારથી હવામાન વિભાગે ઠંડીનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરી છે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના લોકો હવે ઠંડીના ચમકારોનો અનુભવ કરશે. તો ડિસેમ્બરના પ્રારંભથી તો હાડ થિજાવતી ઠંડી પડવાની હવામાન વિભાગને આગાહી કરી છે.