કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતર મુદ્દે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત
રાજ્યમાં માવઠામાં નુકસાનીને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરવે થયા બાદ ખેડૂતોને સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા સરવે કરવાની સૂચના આપી દેવામાં આવી છે. કમોસમી વરસાદને લઇને ખેડૂતોને થયેલા નુકસાન મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે SDRFના ધોરણ પ્રમાણે પર હેક્ટરદીઠ સહાય ચૂકવવામાં આવશે. માવઠાથી થયેલા નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. ખેડૂતોને કઈ રીતે સહાય ચૂકવવામાં આવશે તેને લઈને ચર્ચા કરાશે. તેમણે કહ્યું હતું કે 33 ટકા કરતા વધુ નુકસાન થયુ હશે ત્યાં SDRF મુજબ સહાય ચૂકવાશે.