ગાંધીનગરગુજરાત

GSSSBનો સૌથી મોટો નિર્ણય: હવેથી પરીક્ષા સંપૂર્ણપણે પેપરલેસ રહેશે

GSSSB દ્વારા પરીક્ષાઓને લઈ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મળેલી જાણકારી અનુસાર હવે ગૌણ સેવા અંતર્ગત પરીક્ષા આપતા ઉમેદવારોએ હવે ઓનલાઈન કોમ્પ્યુટરથી પરીક્ષા આપવાની રહેશે. હવેથી પરીક્ષા સંપૂર્ણપણે પેપરલેસ રહેશે. ગૌણ સેવા મંડળે પરીક્ષા માટે એજન્સી નક્કી કરી છે. TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપવામાં આવશે.

આ પરીક્ષા 1થી વધુ દિવસના સમયગાળામાં યોજાઈ શકે છે. આ પદ્ધતિ દ્વારા એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. આ પદ્ધતિ મુજબ ત્રણ પેપર સેટ કરવામાં આવશે. પ્રથમ બીટ ગાર્ડની પરીક્ષા આ રીતે યોજાશે જે એક અઠવાડિયાથી વધુ સમયગાળા સુધી ચાલશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x