ફિલ્મ ‘એનિમલ’એ વિશ્વભરમાં પહેલા દિવસે જ કરી રૂપિયા 100 કરોડની કમાણી
રણબીર કપૂર અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ ‘એનિમલ’નું ટીઝર જ્યારથી રીલીઝ થયું છે ત્યારથી જ આ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઈ છે. રણબીર કપૂરની બહુચર્ચિત ફિલ્મ એનિમલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ એનિમલને ફુલ માર્ક્સ મળ્યા છે. તે જ સમયે, હવે નજર એનિમલના બોક્સ ઓફિસ કલેક્શન પર છે. એનિમલે એડવાન્સ બુકિંગમાં જંગી કમાણી કરી હતી. ફિલ્મના ઓપનિંગ ડે કલેક્શનનો રિપોર્ટ આવ્યો છે. એક ડેટા મુજબ, એનિમલે પ્રથમ દિવસે ભારતની તમામ ભાષાઓમાંથી લગભગ 61 કરોડની કમાણી કરી છે. પોર્ટલ મુજબ, તેના પ્રથમ દિવસે, હિન્દી વર્ઝને રૂપિયા 50 કરોડની કમાણી કરી હતી, જ્યારે તેલુગુ વર્ઝને રૂપિયા 10 કરોડ, તમિલ વર્ઝને રૂપિયા 40 લાખ, કન્નડમાંથી રૂપિયા 9 લાખ અને મલયાલમમાંથી રૂપિયા 1 લાખની કમાણી કરી હતી. જ્યાં સુધી ગ્લોબલ કલેક્શનની વાત છે તો મૂવી પ્રથમ દિવસે રૂપિયા 100 કરોડથી વધુનું કલેક્શન કરે તેવી અપેક્ષા છે.
આ સાથે જ એનિમલ પઠાણ અને જવાન પછી વિશ્વભરમાં પહેલા દિવસે જ રૂપિયા 100 કરોડની કમાણી કરનાર ત્રીજી બોલિવૂડ ફિલ્મ બની છે. એવામાં પહેલા એડવાન્સ બુકિંગને લઈને અને હવે તેના ઓપનિંગ ડેના કલેક્શનને લઈને ફિલ્મ સમાચારમાં છે. હવે એ વાત તઓ નોંધનીય છે કે છેલ્લા થોડા સમયથી રણબીર કપૂરની ફિલ્મ બોક્સઓફિસ પર સારું પ્રદર્શન નહતી કરી રહી. એવામાં હવે ફિલ્મ એનિમલ સુપર હિટ જાય એવી ધારણા લગાવવામાં આવી રહી છે. રણબીર કપૂરની નવી ફિલ્મ એનિમલ મોટી ઓપનિંગ માટે તૈયાર છે. ટ્રેડ એક્સપર્ટનું માનવું છે કે ફિલ્મ પહેલા વીકેન્ડમાં ઓછામાં ઓછી 100 કરોડની કમાણી કરશે. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર સાથે રશ્મિકા મંદાના પણ છે,
આ સાથે જ ફિલ્મમાં અનિલ કપૂર રણબીરના ઓનસ્ક્રીન પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેડ એક્સપર્ટ અનુસાર ફિલ્મ એનિમલ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે પર 40 કરોડ રૂપિયાની કમાણી, તો વર્લ્ડ વાઈડ 90-100 કરોડનું ઓપનિંગ કરે એવી શક્યતા છે.