ખેલમહાકુંભ-૨૦૨૩માં દિવ્યાંગ ખેલાડીઓ ૧૫ ડિસેમ્બર સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાકક્ષાના સ્પે.ખેલમહાકુંભની સ્પર્ધામાં માનસિક ક્ષતિગ્રસ્ત (M.R), શારિરીક ક્ષતિગ્રસ્ત (O.H), અંધજન (બ્લાઇન્ડ), શ્રવણમંદ ક્ષતિવાળા (ડેફ) ઘરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે. સ્પે.ખેલમહાકુંભ ઓફલાઇન રજીસ્ટ્રેશન તા. ૧૫/૧૨/૨૦૨૩ સુધી કરાવી શકાશે.
જે ઓફલાઇન રજીસ્ટ્રેશન માટે માનસિક ક્ષતિગ્રસ્ત (M.R) કેટેગરી માટે શ્રી જીગ્નેશ રાવલ (મો.નં- ૯૮૯૮૭૮૭૫૨૦), શારિરીક ક્ષતિગ્રસ્ત (O.H) કેટેગરી માટે શ્રી અજીત ડોડીયા (મો.નં- ૭૦૧૬૮૩૫૦૫૮), અંધજન (બ્લાઇન્ડ) કેટેગરી માટે શ્રી જયંતીભાઈ પટેલ (મો.નં- ૯૮૯૮૭૮૦૪૬૨૯) અને શ્રવણમંદ ક્ષતિવાળા (ડેફ) કેટેગરી માટે શ્રી હિતેશ ચૌધરી (મો.નં- ૮૧૪૦૨૫૫૩૨૯) નો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાશે. વધુ વિગત માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, ગાંધીનગર સેકટર-૨૧નો સંપર્ક કરવાનો રહેશે.
વધુમાં, ભાગ લેનાર તમામ કેટેગરીના ખેલાડીઓ સ્પે. ખેલમહાકુંભનાં ઓફલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તા.૧૫/૧૨/૨૦૨૩ સુધી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સેકટર-૨૧, મહાત્માગાંધી સ્કુલ ગાંધીનગર ખાતે અથવા સબંધિત વિભાગના જીલ્લાના માન્ય રમત મંડળનાં પ્રતિનિધિ/સંસ્થાને જમા કરવાના રહેશે તેમ ગાંધીનગરના જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.