સુરત આગ: રાજ્યના તમામ ટ્યુશન ક્લાસીસ તાત્કાલિક બંધ કરવા સરકારનો આદેશ.
ગાંધીનગર :
સુરત તક્ષશિલા કોમ્પલેક્ષમાં ભીષણ આગની મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 20 જેટલા બાળકો મોતને ભેટ્યા છે. આ અંતર્ગત સરકારે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં તમામ ટ્યુશન ક્લાસિસને બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના તક્ષશિલા કોમ્પલેક્ષમાં ચાલતા એક ખાનગી ટ્યુસન ક્લાસિસમાં ભિષણ આગની ઘટના સર્જાઈ. જેમાં 13 થી વધુ બાળકો આગમાં ભડથુ થઈ ગયા, જ્યારે જીવ બચાવવા બીજા માળેથી મોતની છલાંગ લાગાવતા અન્ય પાંચ જેટલા બાળકો મોતને ભેટ્યા છે, જ્યારે 20થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાના પ્રત્યાઘાત વિશ્વભરમાં પડ્યા છે.
નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં ચાલતા તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે. તો અમદાવાદ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરે પણ અગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરી દેવાનો આદેશ આપ્યો છે.