ગાંધીનગરગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પૂર્વે ગાંધીનગરને શણગારવા 35 કરોડનો ખર્ચ કરાશે

જાન્યુઆરી મહિનામાં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પૂર્વે સરકારે ગાંધીનગર શહેર માટે રૂપિયા 35 કરોડના કામ મંજુર કર્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમીટ-2024માં દેશ-વિદેશના મહાનુભાવો પાટનગરના મહેમાન બનાવના છે. વૈશ્ર્વિક સ્તરે ગાંધીનગરની આગવી છાપ ઉભી કરવા શહેરી વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને રૂપિયા 35 કરોડના કામોને ખાસ મંજુરી આપવામાં આવી છે. વાઈબ્રન્ટ મહોત્સવના આયોજન અંતર્ગત એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીનો માર્ગ, રક્ષાશક્તિથી ગીફટ સીટી અને ભાઈજીપુરા પાટીયાથી પીડીપીયુ તરફ જતા રસ્તાને સજાવવા માટે વિશેષ કાળજી રાખવામાં આવશે.

કોબા સર્કલથી ચ-0 સર્કલ સુધી રોડની ડાબી તરફ ફુટપાથ અને ફેન્સીંગની કામગીરી માટે રૂા.3 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. રોડની બાજુમાં ફુટપાથ અને ફેન્સીંગના કારણે સલામતી વ્યવસ્થા વધુ સુદ્દઢ બનશે. રોડ શો જેવા કાર્યક્રમો દરમિયાન સ્વાગત કરવા માંગતા લોકો ફુટપાથ પર ઉભા રહી શકશે. કોબા સર્કલથી રક્ષાશક્તિ સર્કલ ડાબી બાજુ લેન્ડસ્કેપીંગ તથા ચ-0 સર્કલ બાજુના પ્લોટને બ્યુટીફાઈડ કરવાની કામગીરી માટે રૂ.9 કરોડ મંજુર કરવામાં આવ્યા છે.

રાયસણ-કોબા વચ્ચે ભાઈજીપુરાથી સિગ્નેચર બ્રિજના 80મી (નોલેજ કોરિડોર)ની કામગીરી હાથ ધરાઈ છે. સિગ્નેચર બ્રિજ પર લેન્ડસ્કેપીંગ ડેવલપમેન્ટ માટે રૂા.19 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા 3 ઓવરબ્રિજ અને 2 અન્ડરપાસનું થીમ બેઝડ પેઈન્ટીંગ તથા આર્ટવર્ક કરવાની કામગીરી માટે રૂા.3 કરોડ ફાળવવામાં આવ્યા છે. ધોળાકુવાથી ગિફટ સીટી તરફ જતા રસ્તાના એપ્રોચ રોડના સુશોભન માટે રૂા.1.50 કરોડ મંજુર થયા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પહેલા એરપોર્ટથી મહાત્મા મંદિર અને ગિફટ સીટી આસપાસના વિસ્તારોના સુશોભન માટે વિશેષ આયોજન હાથ ધરાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x