મનોરંજન

જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2024માં હોલિવૂડ ફિલ્મની રિમેક શરૂ કરી શકે છે દીપિકા

વર્ષ 2021માં દીપિકા પાદુકોણે જાહેરાત કરી હતી કે તે ઋષિ કપૂર સાથે હોલીવુડની સુપરહિટ ફિલ્મ ધ ઈન્ટર્નની સત્તાવાર રિમેક બનાવશે. પરંતુ ઋષિ કપૂરના નિધન બાદ સમાચાર આવ્યા કે દીપિકા પાદુકોણે આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને સાઈન કર્યા છે. જો કે આ પછી ફિલ્મને લગતા કોઈ સમાચાર સામે આવ્યા નથી કારણ કે દીપિકા તેના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતી. મળતી માહિતી મુજબ દીપિકા આ ફિલ્મ માટે તેના શેડ્યૂલ પર કામ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવાય છે કે દીપિકા આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2024 અથવા ફેબ્રુઆરી 2024માં શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. 2015માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં એની હેથવે અને રોબર્ટ ડીનીરો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ પહેલા દીપિકા આ ફિલ્મને 2022માં રિલીઝ કરવા માંગતી હતી. પરંતુ કોરોના, લોકડાઉન અને તેના અન્ય પ્રોજેક્ટને કારણે આ ફિલ્મનું શૂટિંગ હજી શરૂ થયું નથી. દીપિકા આગામી દિવસોમાં રિતિક રોશન સાથે ફાઈટરમાં પણ જોવા મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x