જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 80.10 ટકા પરિણામ, એન.કે. સ્કુલ ઓફ કોમર્સનો વિદ્યાર્થી પ્રથમ.
ગાંધીનગર :
છેલ્લા બાર વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવ્યા છતાં કાકાએ તેની ઉણપ આવવા દીધી નથી. સીએ બનાવવાની કાકાની ઇચ્છાને પૂરી કરવા માટે સીએ કરવાનો ગોલ હોવાનું કક્ષિલે જણાવ્યું છે. શાળામાં શિક્ષક જે ભણાવે તેનું રોજે રોજ ઘરે જઇને રીવીઝન કરી તૈયારી કરતો હતો. આથી તેણે 700માંથી 638 ગુણ હાંસલ કર્યા છે.
વર્તમાન સમયમાં સુખસુવિધા હોવા છતાં અનેક વિદ્યાર્થીઓ કારકિર્દી વર્ષમાં નહી ભણવાથી તેમનું ભાવી કારકિર્દી ડામાડોળ બની રહે છે. ત્યારે માંડ પાંચેક વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર જિલ્લાના ચરાડા ગામના વતની કક્ષિલે ધોરણ 12 કોમર્સમાં 700 ગુણમાંથી 638 ગુણ હાંસલ કરીને એ1 ગ્રેડમાં સ્થાન જમાવ્યું છે. એન.કે. સ્કુલ ઓફ કોમર્સમાંથી ધોરણ-12 કોમર્સમાં ઉત્તીર્ણ થનાર કક્ષિલને કાકાની સીએ બનાવવાની ઇચ્છા પૂર્ણ કરવાનો ગોલ જીવનમાં નિર્ધારીત કર્યો હોવાનું જણાવ્યું છે. બાળપણથી જ કક્ષિલને કાકાની ખોટ પડવા દીધી નથી.