રાષ્ટ્રીય

કલમ 370 પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

કલમ 370 નાબૂદ કરવા અને જમ્મુ અને કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આજે પોતાનો ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટે 16 દિવસની ચર્ચા બાદ 5 સપ્ટેમ્બરે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે આજે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો છે. આજે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ કલમ 370 નાબૂદ કરવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર પોતાનો ચુકાદો આપશે. 2019માં તેની સામે કુલ 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી 16 દિવસ સુધી ચાલી હતી. જે બાદ 5 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બનેલી પાંચ જજોની બંધારણીય બેન્ચ આજે ચુકાદો સંભળાવશે. એટર્ની જનરલ આર વેંકટરમાણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગિરી અને અન્યોએ કોર્ટમાં કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો. કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્યંત દવે અને અન્ય વરિષ્ઠ વકીલોએ અરજદારો વતી તેમની દલીલો રજૂ કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x