શેરબજાર: સેન્સેક્સ પહેલીવાર 70000 અને નિફ્ટી 21000ને પાર
શેરબજારમાં સર્વોચ્ચ સપાટી નોંધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શેરબજારમાં સેન્સેક્સ 69925 પર ખુલ્યો હતો. ઇન્ડેક્સમાં 100 અંકની તેજી જણાઈ હતી જોકે બીજી તરફ નિફટીમાં ફ્લેટ કારોબાર દેખાયો હતો. નિફટીએ 4 અંકના ઘટાડા સાથે 20965 પર સાપ્તાહિક કારોબારની પ્રારંભ કર્યો હતો.
કારોબારની ગણતરીના સમયમાં બંને મુખ્ય ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી બનાવી લીધી છે. સેન્સેક્સ 70 હજારને પર પહોંચી ગયો છે. નિફટી પણ 21019 ના સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યો હતો.
NSE નિફ્ટી 4 પોઈન્ટના ઘટાડા સાથે 20965.3 પર ફ્લેટ ખુલ્યો હતો જ્યારે BSE સેન્સેક્સ 100.3 પોઈન્ટના વધારા સાથે 69,925.63 પર ખુલ્યો હતો. વ્યાપક સૂચકાંકો મોટાભાગે લીલા રંગમાં ખુલ્યા હતા. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 28.7 પોઈન્ટ ઘટીને 47,233.30 પર ખુલ્યો હતો. અન્ય ક્ષેત્રીય સૂચકાંકોએ સોમવારે મિશ્ર શરૂઆત કરી હતી.