લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત ભાજપ એકશનમાં: આવતીકાલે ધારાસભ્યો-સાંસદોની બોલાવી બેઠક
ભાજપ હવે લોકસભાની તૈયારીમાં જોડાયું છે અને એકશન પ્લાન સાથે મિટિંગનો દૌર પણ શરૂ ત ગયો છે. શના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે લોકસભાની તૈયારી આદરી છે. આ તરફ હવે ગુજરાત ભાજપે મિશન 2024 ને લઈ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે.
લોકસભાની ચુંટણીની તૈયારીના ભાગરૂપે આવતીકાલે ગુજરાત ભાજપે તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં લોકસભાનો એકશન પ્લાન તૈયાર થઈ શકે છે. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હજાર રહેશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈ ભાજપે કમર કસી છે.
ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠકનું આયોજન કરાયું છે. વિગતો મુજબ આવતીકાલે એટલે કે 12-12-2023ના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોની બેઠક મળશે. મહત્વનું છે કે, આ બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યો-સાંસદોને હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે.