અમદાવાદમાં લોકોને મળશે વધુ એક નવું નજરાણું: રિવરફ્રન્ટ પર બનાવાશે મ્યૂઝિકલ ફાઉન્ટેન
અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ઉપર આવતા લોકોને આકર્ષવા માટે એક નવું આકર્ષણ બનશે. ટૂંક સમયમાં દુબઈનાં પ્રખ્યાત મ્યુઝિકલ ફાઉન્ટેન જેવો મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવવામાં આવશે. આ તરફ ગ્લોબલ પાર્ક, બટરફ્લાય પાર્ક અને અટલ બ્રિજ બાદ રિવરફ્રન્ટ પર નવું આકર્ષણ બનશે. આ સાથે ફ્લાવર ગાર્ડનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે.
મ્યુઝિકલ ફાઉન્ટેનની ખાસિયતો:
_ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજ પાસે દુબઈનાં પ્રખ્યાત મ્યુઝિકલ ફાઉન્ટેન જેવો જ 20 મીટર પહોળો અને 25થી 40 મીટર ઊંચાઈનો મ્યુઝિકલ ફાઉન્ટેન બનાવાશે.
_ ઓછામાં ઓછી 400 નોઝલ હશે આબે આ ફાઉન્ટેન L શેપમાં હશે.
_આ સાથે આ ફાઉન્ટેનને અટલ બ્રિજ પરથી સારી રીતે જોઈ શકાશે.
મ્યુઝિકલ ફાઉન્ટેન માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ (EOI) મંગાવ્યા છે.
_મ્યુઝિકલ ફાઉન્ટેન પાછળ અંદાજિત 6 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ સાથે સાબરમતી કિનારે રિવરફ્રન્ટ પરના ફ્લાવર ગાર્ડનમાં ટૂંક સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું ગ્લો ગાર્ડન બનાવવામાં આવશે. આ 3.5 કરોડના ખર્ચે બનનારા ગ્લો ગાર્ડન માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. આ ગ્લો ગાર્ડનમાં 200 ફૂટની ગ્લોઈંગ ટનલ, જુદી જુદી ડિઝાઈનના 80થી 90 સ્કલ્પચર મુકાશે.
ગ્લો ગાર્ડન:
_અહીં ઝાડ, નાના-નાના છોડ, પશુ-પક્ષીઓ, કાર્ટૂનના વિવિધ કેરેક્ટર હશે.
_આ સિવાય ગાર્ડનમાં સ્વિંગ્સ, લાઈટ બેન્ચ, વોક-વે હશે.
ગ્લો ગાર્ડનમાં 2 સેલ્ફી પોઈન્ટ પણ ઊભાં કરવામાં આવશે જે 3 ફૂટ સુધીનો હશે.
_ગ્લો ગાર્ડનની અંદર 80થી 90 સ્કલ્પચર મુકવામાં આવશે.
_ફ્લાવર શો પછી ફેબ્રુઆરીમાં ગ્લો ગાર્ડનનું કામ શરૂ કરાશે અને મે સુધીમાં પૂરું કરવાનું રહેશે.