ધારાસભ્ય ભૂપત ભાયાણીએ AAPમાંથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાય તેવી શક્યતા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ધરી દીધું છે. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી છે. ગુજરાત રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું આપ્યું છે. ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે ગઈકાલે મુલાકાત કરી હતી. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાય જાય તેવી શક્યતા છે.