નિસર્ગ સાયન્સ સેન્ટર પ્રાયોજિત વિમેન્સ સાયન્સ ક્લબની બહેનો માટે મીલેટ એક સ્વાસ્થ્ય વર્ધક ખોરાક પર વ્યાખ્યાન યોજાયું
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર અને નિસર્ગ સાયન્સ સેન્ટર ગાંધીનગર ના ઉપક્રમે મહિલાઓ માટે વિમેન્સ સાયન્સ ક્લબ ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વર્ષ દરમિયાન જુદા જુદા વિષયોને ધ્યાનમાં રાખીને જાગૃતિ અંગેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આ રવિવારે બહેનોને મીલેટ અને યોગાહાર સ્વાસ્થ્ય વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગેમી નો પણ સહયોગ રહ્યો હતો. કાર્યક્રમના તજજ્ઞ શ્રી રાજેશ પટેલ ધ્વારા બહેનોને સ્વાસ્થ્યને સાચવવા કેવા પ્રકારના ખોરાક બનાવવા અને ખોરાક બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના આહારનું એન્જિનીયરીંગ વિષે પાવરપોઈન્ટ ધ્વારા ખુબ સુંદર માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે સિનીયર સીટીઝન કાઉન્સીલના કુસુમબેન જોષી અને અન્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમને સાયન્સ કલબની બહેનોને જીવનમાં સતત સેવા કાર્ય કરવા અને આનંદિત રહેવા માટે પ્રેરણા આપી હતી. ગેમીના યુગ ચાવડાએ ગેમી ધ્વારા યોજાતા પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર શ્રી અનિલભાઈ પટેલે તજજ્ઞ અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમજ આગામી કાર્યક્રમો અંગે વાત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા સાયન્સ ક્લબના સંયોજક મીતા ભટ્ટ અને સહસંયોજક દીપિકા વાઘેલા ધ્વારા કરવામાં આવ્યું હતું.