હાર્ટ એટેકથી મોતના કેસમાં સરકાર સર્વે અને તપાસ કરાવે: રાજ્યસભામાં શક્તિસિંહની રજૂઆત
ગુજરાતમાં હાર્ટે એટેકના કેસોમાં ચિંતાનજક વધારો થઇ રહ્યો છે. જે મામલો હાલ રાજ્યસભા સુધી પહોંચ્યો છે અને એ અંગે તપાસ માટે રજૂઆત કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દરરોજ હાર્ટ એટેકના કારણે મોતના સમાચારે સામે આવી રહ્યાં છે.
રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન હાર્ટ એટેકથી મોત મામલે સર્વે અને તપાસ કરાવા ઉપરાંત હાર્ટ એટેકથી મોતને અટકાવવા પ્રિકોશનકારી પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત કરી છે. કોરોના વેક્સિનેશન બાદ દેશમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે.
ગુજરાતના શિક્ષણમંત્રી દ્વારા પણ તાજેતરમાં એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં હાર્ટ એટેકથી 1052 લોકોના મો નીપજ્યાં છે. જેમાંથી 80 ટકા 11થી 25 વર્ષની ઉમરમાં બાળકો અથવા યુવાનો હતા.