રાષ્ટ્રીય

ભજનલાલ શર્માએ રાજસ્થાનના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા

રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથગ્રહણ કર્યા છે.ભજનલાલ શર્માએ રાજસ્થાનના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ જ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, ભજનલાલ શર્માએ મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા તેમના માતા-પિતાના પગ ધોયા અને આશીર્વાદ લીધા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x