ચીનમાં આવેલા ભૂકંપે વિનાશ વેર્યો, 11 લોકોના મોત
ચીનમાં રાત્રે આવેલા ભૂકંપે વિનાશ વેર્યો છે. મળેલી જાણકારી મુજબ ચીનના ગાંસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં 11 લોકોના મોત થયાના સમાચાર પણ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર અનુસાર સોમવારે રાત્રે 23:59 વાગ્યે ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલો અનુસાર ગાંસુ અને કિંઘાઈ પ્રાંતમાં 6.2ની તીવ્રતાના ભૂકંપમાં 111 લોકો મોત થયા છે.