ગાંધીનગર

કરાઓકે-સંગીત સ્પર્ધા-૨૦૨૩ કાર્યક્રમનાં ફાઈનલ ઓડીસન-રાઉન્ડ કાર્યક્રમ

મહાન પાશ્વગાયક સ્વશ્રી. મોહમ્મદ રફી સાહેબની ૯૯-મી જન્મ જયંતી નિમિત્તે સ્વરાંજલી આપવા માટે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો આયોજીત “મેરી આવાઝ સુનો” ‌(કરાઓકે-ક્લબ) દ્વારા “કરાઓકે સંગીત સ્પર્ધા-૨૦૨૩” કાર્યક્રમનું ફાઈનલ ઓડીસન રાઉન્ડ તા.૧૭-૧૨-૨૦૨૨ (રવિવાર)ના રોજ સાંજે ૪-૩૦ કલાકે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો, કુડાસણ, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગર-અમદાવાદ તેમજ આજુ-બાજુનાં શહેરના કુલ ૪૦-સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જજ(નિર્ણાયક) તરીકે શ્રી અભિજીત રાવ (વોઈસ ઓફ મો.રફી સાહેબ) તેમજ રફી-ભક્ત તરીકે જાણીતા શ્રી ઉમેશ માખીજા મુખ્ય-મહેમાન તરીકે‌ હાજરી આપી કાર્યક્રમને ખુબજ સફળ બનાવ્યો હતો. તેમજ ગાંધીનગરનાં વોઈસ ઓફ મો.રફી તરીકે જાણીતા શ્રી શ્રવણકુમાર પરમાર એ આ કાર્યક્રમને સફળ બનાવવામાં વિશેષ જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધાનું તમામ સંચાલન (એન્કરીંગ) શ્રી નવીચંદ્ર ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો ખાતેશ્રી “Happy Birthday RAFI-SAHAB” ટાઈટલ હેઠળ (હિન્દી ગીતોનો કાર્યક્રમ+ટ્રોફી વિતરણ કાર્યક્રમ+બર્થડે-કેક કટીંગ) “સંગીત-સંધ્યા” કાર્યક્રમનું આયોજન તા.૨૩-૧૨-૨૦૨૩ (શનિવાર)નાં રોજ સાંજે ૭-૦૦ કલાકે શ્રી મનોરંજન મ્યુઝિકલ સ્ટુડીયો, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. જેમાં મો.રફી સાહેબના જન્મ દિવસની ઉજવણી કરીને આ સ્પર્ધાનું પરિણામની જાહેરાત કરવામાં આવશે. જેમાં પ્રથમ ૧૧-વિજેતા સ્પર્ધકોને મો. રફી સાહેબના કટ-આઉટ વાળી આકર્ષક ટ્રોફી આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x