IPLની હરાજીમાં 300માંથી માત્ર 72 ખેલાડીઓ પર જ બોલી લગાવાઈ
આઈપીએલની હરાજી પૂરી થઈ ગઈ છે. આ મીની હરાજીમાં 300થી વધુ ખેલાડીઓનું ભાવિ દાવ પર હતું. જો કે માત્ર 72 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવી હતી, જેના માટે ફ્રેન્ચાઇઝી દ્વારા 230.45 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો.
તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલના ઇતિહાસમાં આ પહેલીવાર સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ હરાજીમાં છ ખેલાડીઓ પર 10 કરોડ રૂપિયા કે તેથી વધુની બોલી લગાવવામાં આવી હતી. કુલ 39 ખેલાડીઓ કરોડપતિ બન્યા. એટલે કે તેમના પર રૂ. 1 કરોડ કે તેથી વધુની બોલી લગાવવામાં આવી હતી. હરાજીમાં ભારત તરફથી હર્ષલ પટેલ સૌથી મોંઘો વેચાયો હતો. તેને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સમીર રિઝવી આ હરાજીમાં સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી હતો.
તેને ચેન્નાઈ સુપર કિંગ્સે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજી પહેલા તમામ ટીમો પાસે કુલ 262.95 કરોડ રૂપિયાનો ખર્ચ હતો. 10 ટીમોએ કુલ 230.45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ હરાજીમાં કુલ નવ અનકેપ્ડ ખેલાડીઓ કરોડપતિ બન્યા અને તમામ ભારતીય છે.
https://twitter.com/IPL/status/1737141591142191109?t=w-Lz6alEUJyeR8dqQB9dfw&s=19