ગેટકોની તાજેતરમાં લેવાયેલ વિદ્યુત સહાયની ભરતી કરાઇ રદ્દ
રાજ્યમાં પેપર ફૂટવાનો અને પરીક્ષા રદ્દ થવાનો સીલસિલો યથાવત રહ્યો છે. GETCO તાજેતરમાં લેવાયેલ વિદ્યુત સહાયની ભરતી રદ્દ કરવામાં આવી છે. પરીક્ષા સમયે માર્ગદર્શિકાનો ભંગ થયો હોવાનું સામે આવતા ભરતી રદ્દ કરવામાં આવી છે. તેમજ સમગ્ર પરીક્ષા ટૂંક સમયમાં ફરીથી લેવાશે. GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. 6.3.2023 થી તા. 13.3.2023 તથા લેખિત પરીક્ષા તા. 9.9.2023 નાં રોજ યોજવામાં આવી હતી. પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી. ત્યારે આ મામલે આજે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય GETCO દ્વારા લેવામાં આવ્યો છે.