આજે રાજ્યની કેબિનેટ બેઠકમાં કોરોના, વાઇબ્રન્ટ ગુજરાત સહિત મુદ્દે ચર્ચાની સંભાવના
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં કોરોના સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. જેમાં ખાસ કરીને પાક નુકસાનીના સર્વેથી લઈને, અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. સવારે 10 વાગ્યે કેબિનેટ ની બેઠક મળશે.આ બેઠકમાં ખાસ વાયબ્રન્ટ ગુજરાતને લઈને ચર્ચા થશે. તો સાથે સાથે કમોસમી વરસાદમાં નુકસાનીના સર્વેની પણ સમીક્ષા કરવામાં આવશે. તો બીજી તરફ કોરોનાનો કહેર ફરી જોવા મળી રહ્યો છે ત્યાર કેબિનેટની બેઠકમાં કોરોનાને લઈને પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તેને લઈને પણ સમિક્ષા કરવામાં આવશે. સાથે જ બજેટ સત્રની તૈયારીઓ તથા સત્રની તારીખ નિશ્ચિત થઈ શકે છે.