ન્યૂડ કોલ આવે તો ડરો નહી પોલીસનો સંપર્ક કરો: ગૃહ રાજ્યમંત્રી
ગુજરાતમાં ન્યૂડ કોલ કરી લોકોને ફસાવવાના કેસમાં વધારો થયો છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ન્યૂડ કોલ આવે તો ડરવાનું નથી.ડરથી સુસાઈડ શા માટે કરવું જોઇએ. આવા કોલ આવે તો પોલીસને જાણ કરવી જોઇએ. તમને મદદ ન મળે તો મારા કાર્યાલયમાં ફોન કરો તેમ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવનોને સલાહ આપતા જણાવ્યું છે કે તમે બધુ કરજો પણ ડ્રગ્સની ફેશનમાં ન જતા. ટીનેજમાં જ ડ્રગ્સની લતે ચડી જાય છે. મારી વિનંતી છે કે જીવનમાં ફાવે તે કરો. આજે સંકલ્પ લેજો કે ડ્રગ્સના રવાડે નહી ચડો. યુવાનોનું કરિયર બરબાદ ન થાય તેનું વિચારીએ છીએ. સપનું જૂઓ તે સાકાર કરજો. મંજીલ દૂર હોય પણ ડગમગશો નહી. મહેનત કરશો તો સફળતા મળશે.