ધોરણ 10-12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનમંજરી કરીયર ઇન્સ્ટીટ્યુટ દ્વારા અનેક ઇનામો અને સ્કોલરશીપ સાથે GITSનું આયોજન
ધોરણ 11 – 12 સાયન્સમાં BOARD, GUJCET, NEET, JEE MAINS and ADVANCED ક્ષેત્રે શિક્ષણ આપતી અને દરેક વર્ષે ઉત્તરોતર ઉત્કૃષ્ઠ પરિણામ આપતી સંસ્થા જ્ઞાનમંજરી કરીયર ઇન્સ્ટીટ્યુટ દ્વારા રાજ્યભરના ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે GYANMANJARI IGNITE TEST SERIES નું આયોજન કરવામાં આવેલ છે.
ગાંધીનગરમાં કુડાસણ ખાતે આવેલ જ્ઞાનમંજરી કરિયર ઇન્સ્ટિટયૂટના યુનિટ હેડ દિનેશ પટેલ સર સાથેના સંવાદમાં જણાવેલ કે, ધોરણ 10 તથા ધોરણ 11-12 સાયન્સના શિક્ષણ ક્ષેત્રમાં સંસ્થા 17 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. જેનો લાભ રાજ્યના દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ યોગ્ય લેવલના ટેસ્ટ પેપર સાથે પોતાના ભણતરનું મૂલ્યાંકન કરી શકે એવા ઉમદા હેતુ સાથે સંસ્થા દ્વારા આ ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવેલ છે. GITS માં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓના અનુભવ અને મૂલ્યાંકન માટે JEE MAINS, NEET અને GUJCET ના ટેસ્ટ રાઉન્ડનો સમાવેશ કરવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓના પ્રોત્સાહન હેતુસહ, આ ટેસ્ટ સીરીઝમાં સારા લેવલે ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓને લેપટોપ, ટેબલેટ વગેરે જેવા અનેક ઇનામો આપવામાં આવશે. તેમજ GYANMANJARI CAREER INSTITUTE અથવા GYANMANTRI INNOVATIVE UNIVERSITY માં આગળ અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ પણ આપવામાં આવશે. રાજ્યના મોટા શહેરોમાં ભણતા વિદ્યાર્થીઓ તેમજ અન્ય જિલ્લા, તાલુકા અને ગામમાં ભણતા વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે એ માટે આખા રાજ્યમાં અનેક સ્થળો પર એકઝામ સેન્ટરનું આયોજન કરવામાં આવેલ છે.
GITS માં રજીસ્ટ્રેશન કરાવવા માટે નીચેની લીંક પર ક્લિક કરવા સંસ્થા દ્વારા જણાવાયુ છે.
https://gyanmanjari.co.in/gits/