ગુજરાતધર્મ દર્શન

પાટણ ખાતે શિવમહાપુરાણ શિવકથા મહોત્સવનું આયોજન

શ્રદ્ધા ભક્તિ પ્રાર્થના અને પુણ્ય કર્મના ફળ સ્વરૂપ પરમાત્મા નામ સ્મરણ અને દર્શન નો યોગ પ્રાપ્ત થતો હોય છે અને એમાં પણ દેવાધિ દેવ મહાદેવના પાવન પવિત્ર ગુણગાન ગાવાનો સુનેરી અવસર પાટણ નગરી ના આંગણે સર્વપ્રથમ વાર પૂજ્ય ગોસ્વામી સંજયભારતી (સુંદર ધામ આશ્રમ ગાંધીનગર) ભારતી બાપુના ભક્તિમય સ્વરમાં સમગ્ર શિવ કથા સમિતિ પાટણના સુંદર આયોજનથી થઈ રહ્યો છે તો આ મહા સત્સંગ કાર્યક્રમમાં પધારવા પ્રેમ ભર્યું નિમંત્રણ છે. પ્રગતિ મેદાન પાટણ ખાતે તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૩ થી તારીખ ૩ જાન્યુઆરી ૨૦૨૪ સુધી ભવ્ય શિવમહાપુરાણ શિવકથા મહોત્સવ નું આયોજન દરરોજ બપોરે બે થી પાંચ દરમ્યાન ગાંધીનગર ના યુવા કથાકાર ભારતીબાપુના સંગીતમય ભકિતમય સ્વરમાં સુંદર કથાનું રસપાન થશે કથા દરમિયાન શિવજીની દિવ્ય લીલાઓ ભકતો ઉપર કરુણાની કથા નો ગુણગાન. જગતની ઉત્પતિની કથા.

દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રાગટ્ય ની દિવ્ય કથાનું ગાન સાથે-સાથે શિવ પાર્વતી વિવાહ પાર્વતી પ્રાગટ્ય ગણેશ પ્રાગટ્ય કાર્તિક પ્રાગટ્ય હનુમંત પ્રાગટ્ય નું સુંદર મજાનું ગાન કથા દરમિયાન કરવામાં આવશે ભક્તજનોને કથામાં તન મન ધન થી સાથ સહકાર આપવા તથા પધારવા પ્રેમ ભર્યું સમગ્ર શિવ કથા સમિતિ પાટણ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવે છે વધુ વિગત માટે ૯૩૨૭૦૦૩૯૪૦ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *