ધર્મ દર્શન

જાણો શા માટે ઉજવવામાં આવે છે 25 ડિસેમ્બરે ક્રિસમસ..?

આજે 25 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. ખ્રિસ્તી ધર્મના લોકોનો આ મુખ્ય તહેવાર છે, પરંતુ વિવિધ સંપ્રદાયોના લોકો આ તહેવાર ઊજવે છે. 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી આ તહેવાર ઊજવવામાં આવે છે. ક્રિસમસના દિવસે લોકો ઘર ડેકોરેટ કરે છે. ક્રિસમસ ટ્રી લગાવીને તેને શણગારવામાં આવે છે. પણ આજે આપણે  શા માટે દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસ ઉજવવામાં આવે છે, તે અંગે અહીંયા જાણીશું…ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર, ભગવાન યીશુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો હતો. તેમના જન્મદિવસને ક્રિસમસના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે, માતા મરયિમને એક સ્વપ્ન આવ્યું હતું, જેમાં આગાહી કરવામાં આવી હતી કે, તે ભગવાનના પુત્ર યીશુને જન્મ આપશે. આ સ્વપ્ન પછી મરયિમ ગર્ભવતી થઈ અને 25 ડિસેમ્બરે, યીશુને જન્મ આપ્યો. ગર્ભાવસ્થા દરમિયાન મરિયમે બેથલહમમાં રહેવું પડ્યું. એક દિવસ રાત્રે મોડુ થયું અને મરિયમને રહેવા માટે કોઈ સારી જગ્યા ન મળી. જેથી મરિયમ જ્યાં લોકો પશુપાલન કરતા હતા તે જગ્યાએ રોકાઈ ગઈ. મરિયમે તે રાત્રે યીશુને જન્મ આપ્યો. કહેવાય છે કે, યીશુ ખ્રિસ્તના જન્મસ્થળથી થોડા અંતરે કેટલાક ચરવાહો ઘેટાં ચરાવતા હતા. પછી ભગવાન પોતે દેવદૂતના ત્યાં આવ્યા રૂપમાં અને ભરવાડોને કહ્યું કે, આ શહેરમાં એક ભગવાનનો જન્મ થયો છે, તે ભગવાન યીશુ છે. દેવદૂતની વાત માનીને ભરવાડો બાળકને જોવા ગયા હતા.બાળકને જોવા માટે લોકોની ભીડ વધવા લાગી. તમામ લોકોનું માનવું હતું કે યીશુ, ભગવાનના પુત્ર છે અને લોકોના કલ્યાણ માટે પૃથ્વી પર આવ્યા હતા. માનવામાં આવે છે કે ભગવાન યીશુ ખ્રિસ્તે ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી હતી. તેથી 25મી ડિસેમ્બરના રોજ ભગવાન યીશુના જન્મદિવસને એક વિશેષ તહેવાર તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x