આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતમાં ગિફ્ટસિટી બાદ હવે આ વિસ્તારોમાં દારૂની છૂટ અપાશે, જાણો શું કહ્યું કેબિનેટ મંત્રીએ…

ગાંધીનગર :

રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે, જેનો વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. આ વિવાદો વચ્ચે ગઈ કાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક પછી રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,‘કચ્છના ધોરડો, ડાંગના સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર-વિમર્શ થઈ રહ્યો છે.’ આ નિવેદન બાદ ફરી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

પ્રેસ મીડિયા સાથેના સંવાદમાં ઋષિકેશ પટેલને પ્રશ્ન કરાયો કે, ‘શું રાજ્ય સરકારે અન્ય જિલ્લાના મહત્ત્વના પ્રવાસન સ્થળોએ પણ દારૂની પરમિટ આપવી જોઈએ?’. તેના જવાબમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે, ‘હાલ સરકાર માત્ર ગિફ્ટ સિટી મામલે નિર્ણય જાહેર કર્યો છે પરંતુ આગામી દિવસોમાં સરકાર આ અંગે વિચારણા કરશે. કચ્છ, સાપુતારા સહિત કેવડિયા અને અન્ય મહત્ત્વના પ્રવાસન સ્થળોએ સરકાર આવો નિર્ણય કરી શકે છે. જોકે હાલ આ મામલે કોઇ ચર્ચા નથી કરાઈ પણ રાજ્ય સરકાર ગુજરાતના વધુ મહત્ત્વના પ્રવાસન સ્થળો કે જ્યાં વિદેશીઓ સહિત અન્ય રાજ્યોના લોકો આવે છે ત્યાં દારૂ પીવાની મંજૂરી આપી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x