ગાંધીનગર

એ. એ. પટેલ કોમર્સ કોલેજનો ૧૯મો ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કડી સર્વ વિષવવિદ્યાલય સંલગ્ન અશ્વિનભાઈ એ પટેલ કોમર્સ કોલેજ દ્વારા તા: ૨૩ ડિસેમ્બર,૨૦૨૩ શનિવારના રોજ સાંજે એસ.કે. પટેલ ગ્રાઉન્ડમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ૧૯મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં વર્ષ ૨૦૦૫ થી ૨૦૨૩ સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડો. વિજ્ઞા ઓઝા દ્વારા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા અને ત્યારબાદ ડો. ધાર્મિની મહેતા દ્વારા કોલેજના ઈતિહાસ અને કોલેજ દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્વાગત અને મનોરંજન માટે એફ.વાય, એસ.વાય. અને ટી.વાય. બીકોમના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ડાન્સ રજૂ કરાયા હતા અને હાઉસી રમતનું આયોજન કરાયું હતું જેમાં ઉપસ્થિત સૌ પ્રોફેસરશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

કાર્યક્રમના અંતે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કોઈ પણ ક્ષેત્રે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અથવા સી.એ., સી.એસ. બન્યા હોય કે સરકારી નોકરી મેળવી હોય અથવા નવા ઉદ્યોગ કે સાહસની શરૂઆત કરી હોય તેવા ભૂતપૂર્વ વિધાર્થીઓને કોલેજ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. નીના ગણેશન દ્વારા કરાયું હતું. કાર્યક્રમનું આયોજન અને સંકલન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અત્યારે અધ્યાપક તરીકે કાર્યરત એવા ડો. ધર્મેન્દ્ર પટેલ, પ્રા. ખુશ્બુ પટેલ અને પ્રા. સુરજ મુંજાણી દ્વારા કોલેજના આચાર્ય ડો. વિજ્ઞા ઓઝાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x