ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ અંબાતી રાયડુએ રાજકારણમાં કરી એન્ટ્રી
ક્રિકેટના મેદાન પર પોતાની તાકાત બતાવ્યા બાદ અંબાતી રાયડુ હવે રાજકારણમાં હાથ અજમાવવા જઈ રહ્યો છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર રાયડુ આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસમાં જોડાયા છે. રાયડુ આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડી, ડેપ્યુટી સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી મિથુન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.