ગાંધીનગર

ગાંધીનગરમાં અકસ્માતમાં 4 મોતથી તંત્ર ટ્રાફિક મેનેજમેન્ટની ચર્ચા કરશે.

ગાંધીનગર :

ગાંધીનગરમાં ત્રણ દિવસ પહેલાં જ 3 અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં સે-7માં રહેતા પ્રોફેસર પ્રણવ જોશીપુરાની પુત્રી, ચાંદખેડા રહેતાં અને એલઆઈસીના એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર અને મૂળ રાજસ્થાન મજૂર પરિવારના બે બાળકોને સમાવેશ થાય છે. ત્યારે આ મુદ્દાને ગંભીરતાથી લેતા કલેક્ટર એસ. કે. લાંગાએ શક્ય હોય તેટલું વહેલું કેપિટલ પ્રોજેક્ટ દ્વારા રોડ એન્જિનયરિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટના લગતા મુદ્દાઆ પર સંબંધીત વિભાગો સાથે ચર્ચા વિચારણાની વાત કરી છે.
જો કે, સાથે જ તેમણે આ બાબત ચિંતાજનક ગણવાની પહોળા રોડ એન ઓછા ટ્રાફિક છતાં અકસ્માતો મા કેરલેસ ડ્રાઈવિંગ અને સુરક્ષાના મુદ્દા નજર અંદાજ થતા હોવાનું ગણાવ્યું હતું. આ ઉપરાંત શહેરમા કેટલાંક લોકો દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામા આવતા આવી ઘટનાઓ બનતી હોય છે.

અકસ્માતોના આંકડા મુજબ 2018માં ગાંધીનગર જિલ્લામાં કુલ 933 અકસ્માતો નોંધાયા હતા, જેમાં 293 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો ગાંધીનગર શહેરી વિસ્તારમાં 197 અકસ્માત નોંધાયા હતા, જેમાં 46 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ગાંધીનગર પોલીસ સ્ટેશનની વિસ્તારની અકસ્માતમાં મોતનો આંકડો જોઈએ તો સેક્ટર-7 પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2018માં 17, સેક્ટર-21ની હદમાં 11 અને ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં 18 લોકોના અકસ્માતમાં મોત થયા હતા. જે ખરેખર ચિંતાજનક બાબત ગણી શકાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x