ગાંધીનગરગુજરાત

દહેગામમાં ગેરકાયદેસર માટી ચોરી કૌભાંડ : જળસંચય અંતર્ગત તળાવની માટી ખોદી ખાનગી એકમોને પધરાવવામાં આવી રહી છે.

દહેગામ :

દહેગામ તાલુકાના વાસણા રાઠોડની હદામાં આવેલું એક તળાવ જે તળાવ દહેગામ તાલુકાના વાસણા રાઠોડ, દહેગામ અને વડોદરા ગામના સંયુકત તળાવને ખોદવાની પરવાનગી આપી છે. પરંતુ બીજા કોઈ ગામોની પરવાનગી લીધા વગર આ તળાવ આખું ખોદી નાંખી અને બધી જ માટી નજીકમાં આકાર લઈ રહેલા એક ખાનગી એકમમાં પધરાવી દેવામાં આવી છે. આ મુદ્દે વાસણા રાઠોડના ગ્રામજનો દ્વારા મામલતદારને રજૂઆત કરી હતી પણ મામલતદારે જણાવ્યું કે ઉપરથી મંજુરી છે અને જે વિરોધ કરી રહયા હોય તેઓના નામ આપો એટલે એમના વિરૂધ્ધ કાર્યવાહી કરીએ.

ગુજરાત સરકાર દ્વારા જળસંચય યોજના અંતર્ગત પાણી ભરવા માટે લોકભાગીદારી કરી તળાવો ઉંડા કરવાની કાર્યપધ્ધતિ અપનાવી છે પણ માત્રને માત્ર માટી ઉલેચવાનો હેતુથી ખોદાતા આ તળાવોની માટી મફત ઉદ્યોગોને કેમ આપવામાં આવી રહી છે તે એક પ્રશ્ન છે. સરકારની ગાઈડલાઈન મુજબ આ તળાવો ખોદી અને એમાંથી નીકળતી માટીને નાડીયા બુરવા, ખેતરમાં પુરાણ કરવા અથવા સરકારી કામોમાં વાપરવા માટે મંજુરી આપવામાં આવી છે અને જો બીજા કોઈને આ માટી જોઈતી હોય તો રોયલ્ટી ભરી અને લઈ શકે છે પણ ખાનગી કોન્ટ્રાકટર દ્વારા નિયમોને નેવે મુકી ખોદવામાં આવી રહેલી આ માટીને કોઈ પણ મંજુરી વગર બારોબાર કેમ વેચવામાં આવી રહી છે.? શું ભુસ્તર વિભાગ આનાથી અજાણ છે.? કે પછી કોઈને કાંઈ પડી જ નથી. દહેગામમાં આવેલું આ તળાવ જે ચાર ગામોનું સહીયારુ તળાવ છે તેમાં એક જ ગામની પરમિશન લઈ અને આડેધડ તળાવ ખોદી નાંખતા વાસણા રાઠોડ ગામના લોકોએ વિરોધ ઉઠાવ્યો હતો અને કામ બંધ કરાવ્યું હતું.

મીડીયા અને અધિકારીઓ ત્યાં પહોંચતા ગાંધીનગર જિલ્લાના ગલુદણ ગામના સરપંચે મીડીયા અમારૂ શું કરી લેવાનું છે આ બાબતે ગામ લોકો દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવતા મામલતદારે હાથ અધ્ધર કરી લીધા હતા અને જે લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહયો હતો ઉલટા તેમના ઉપર પણ કેસ કરવાનું જણાવ્યું હતું.

અંતે તાલુકા પંચાયત કચેરીમાંથી અધિકારીઓ આવ્યા બાદ માપણી કરાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી. જળસંચય અંતર્ગત રેતી માફીયાઓને બખ્ખા બોલી રહયા છે. સરકારી માટી લઈ અને પૈસાથી લોકોને વેચવાનું આ કૌભાંડ આખા ગુજરાતમાં ચાલી રહયું છે જો સરકાર આમાં તપાસ કરાવે તો કરોડો રૂપિયાની લીઝ ચોરી ઝડપાઈ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x