ગાંધીનગર

નવા સચિવાલય સહિત અન્ય કચેરીમાં તમાકુ ચાવતાં 20 કર્મચારીઓ રંગેહાથ પકડાયા.

ગાંધીનગર :
વર્લ્ડ ટોબેકે દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ નવા સચિવાલય, જિલ્લા પંચાયત, પોસ્ટ ઓફિસ, મહાનગરપાલિકા ઓફિસ સહિતમાં તમાકુનું સેવન કરનારા 20 કર્મચારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તમાકુનું સેવન કરનાર કર્મચારીઓની પાસેથી દંડનીય કાર્યવાહી કરતા રૂપિયા 2300 નો દંડ વસુલવામાં આવ્યો હતો.

વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી તારીખ 31મી, મેના રોજ સમગ્ર વિશ્વમાં કરવામાં આવનાર છે. તમાકુના સેવનથી કેન્સર જેવા જીવલેણ બિમારીઓ થતી હોવાથી તેના સેવનથી લોકો દુર રહે અને જનજાગૃત્તા આવે તે માટે તારીખ 31મી, મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ તમાકુ દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સપાટો પાડ્યો હતો.

જિલ્લા આરોગ્યતંત્રની તમાકુ નિયંત્રણ ટીમે વિવિધ સરકારી કચેરીઓમાં આકસ્મિક તપાસ કરી હતી. જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા, નવા સચિવાલય, પોસ્ટ ઓફિસ તેમજ જિલ્લા પંચાયતમાં તપાસ કરતા તમાકુનું સેવન કરતા કુલ 20 કર્મચારીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા 20 કર્મચારીઓની પાસેથી તમાકુના મસાલા કે પડિકિઓ મળી આવતા તેમની પાસેથી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

તમાકુનું સેવન કરતા લોકો અટકે તે માટે જાહેરસ્થળો ઉપર સેવન કરવું પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત દંડનીય કાર્યવાહી કરવા સુધીના પગલાં લેવાનો નિયમમાં જોગવાઇ કરવામાં આવી છે. તેમ છતાં અનેક લોકો જાહેર સ્થળોએ તમાકુનું આડેધડ સેવન કરતા હોય છે. તમાકુનું સેવન કરતા ઝડપાયેલા વીસ કર્મચારીઓમાંથી નવા સચિવાલયમાંથી 12, પોસ્ટ ઓફિસમાંથી ચાર કર્મચારીઓનો સમાવેશ થાય છે. જ્યારે મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતમાંથી એક એક કર્મચારીઓ મળી આવ્યા હતા. તમાકુનું સેવન કરનાર વીસ કર્મચારીઓ પાસેથી દંડનીય કાર્યવાહી કરતા રૂપિયા 2300નો દંડ લેવામાં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x