ભારતે વિરોધ દર્શાવતાં શ્રીલંકાએ ચીનના રીસર્ચ શીપને લાંગરવા પર એક વર્ષ માટે પ્રતિબંધ મુક્યો
ભારતે શ્રીલંકાના હંબન-ટોટા બારામાં ચીનનું જાસૂસી જહાજ લાંગરવા સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો. આ જાસૂસી જહાજ, વાસ્તવમાં કહેવા પૂરતું જ ‘રીસર્ચશીપ’ છે પરંતુ તે દ્વારા તે જાસૂસી કરતું હોવાની સંભાવનાઓનો પણ ‘ન-કાર’ કરી શકાય તેમ નથી.
આથી ભારતે તે સામે વિરોધ દર્શાવતાં શ્રીલંકાએ તે ‘રીસર્ચ શીપ’ને લાંગરવા પર એક વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે, તેટલું જ નહીં પરંતુ આ ટાપુ રાષ્ટ્રે તેનાં જલ ક્ષેત્રમાં કોઈપણ વિદેશી ‘સંશોધન જહાજ’ પર એક વર્ષ માટે પ્રતિબંધ મુકી દીધો છે. જોકે શ્રીલંકાએ તે માટે કારણ તે દર્શાવ્યું છે કે,
‘અમારા બંદરોની ક્ષમતા વધારવા સુધારા-વધારા કરી રહ્યું હોવાથી તેણે આ પ્રતિબંધ મુક્યો છે, ક્ષમતા વધતાં એ પ્રતિબંધ ઉઠાવી લેવાશે.’