ગાંધીનગર

વાયબ્રન્ટના ધમધમાટ વચ્ચે VIP જ અને ખ રોડની સાથે ગ રોડ પણ બંધ કરાતા લોકો પરેશાન

વાયબ્રન્ટના ધમધમાટ વચ્ચે વીઆઇપી જ અને ખ-રોડની સાથે ગ-રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટ દરમ્યાનસલામતી-સુરક્ષાને ધ્યાને રાખીને કયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે કલેક્ટરે જાહેરનામા બહાર પાડીને રસ્તાઓ સામાન્ય વાહનો-વ્યક્તિઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ગ-૦થી ગ-પાંચ સુધીનો માર્ગ બંધ રહેવાને કારણે સેક્ટરો વચ્ચેનો આંતરિક વાહન વ્યવહાર ખોરવાય ગયો છે. સેક્ટર૩,

૬ અને સે-૧૨ના રહિશોને સેક્ટર-૪,૫ અને સે-૧૩માં જવું મુશ્કેલ થઇ ગયું છે.આવી સ્થિતિમાં સૌથી વધુ વાહનોથી ધમધમતા નગરના ઘ અને ચ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ સતત વધતું વધી રહ્યું છે. જે અંતર્ગત ગાંધીનગરના વીઆઇપી ગણાતા જ અને ખ-માર્ગની સાથે સામાન્ય જનજીવનમાં ઉપયોગી ગ-રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.ગ-૦થી ગ-પાંચ સુધીનો રસ્તો બન્ને બાજુ ચાર દિવસ બંધ કરી દેવામાં આવ્યો છે.

ખ તથા જ-રોડની બન્ને બાજુ સેક્ટરો નથી. જ્યારે ગ-રોડની બન્ને બાજુમાં સેક્ટરો અને મોટી સંખ્યામાં માનવ વસાહત છે.હવે સેક્ટરોને જોડતા આ ગ-માર્ગને જ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે સેક્ટરો વચ્ચેનું આંતરિક પરિવહન પણ બંધ થઇ ગયું છે. નગરના સેક્ટર-૩,૬ અને સે-૧૨ના રહિશોને સેક્ટર-૪,૫ અને સે-૧૩માં જવું મુશ્કેલ બન્યું છે અને સેક્ટરોને જોડતો ગ-માર્ગ બંધ કરી દેવામાં આવતા આંતરિક પરિવહન કઇ રીતે કરવું તેનાથી રહિશો મુંઝાઇ રહ્યા છે.

આ ઉપરાંત આ રોડ ઉપર ઘણા ટયુશન ક્લાસીસ પણ આવેલા છે તેથી આ ક્લાસીસના સંચાલકોએ વિદ્યાર્થીઓને વાયબ્રન્ટ વેકેશન આપી દિધું છે.આવી સ્થિતિમાં ઘ અને ચ રોડ કે પહેલેથી જ ટ્રાફિકથી ધમધમતો હોય છે ત્યાં વાહનોનું ભારણ વધી ગયું છે અને સવારે તથા સાંજે પિક આવર્સ દરમ્યાન અરાજક્તા જેવા દ્રશ્યો સર્જાવાના શરૃ થઇ ગયા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x