આજે વડાપ્રધાન મોદીના હસ્તે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આજથી શરુઆત થશે. પ્રધાનમંત્રી મોદીના હસ્તે ગ્લોબલ સમિટનો શુભારંભ થવાનો છે. જેને લઈ પ્રધાનમંત્રી પણ ગુજરાતના પ્રવાસે છે. જેઓ સવારે 9:10 વાગ્યે રાજભવનથી રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરે સવારે 9:15થી 9:35 વાગ્યા સુધી ગ્રૂપ ફોટોગ્રાફી કરશે. સવારે 9:40થી 12:15 વાગ્યે વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ ઉદ્ધાટન કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે 1:40થી 2:20 વાગ્યા સુધી ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે તેમજ બપોરે 2:30થી 2:45 વાગ્યા સુધી કંપનીઓના CEO સાથે બેઠક યોજાશે. પ્રધાનમંત્રી મોદીએ બપોરે 2:45થી 4:45 વાગ્યા સુધીનો સમય રિઝર્વ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ 4:50 વાગ્યે મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી જવા પ્રધાનમંત્રી મોદી રવાના થશે. 5:15થી 6:45 વાગ્યે ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં PM ભાગ લેશે. સાંજે 7 કલાકે ગિફ્ટ સિટીથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે. સાંજે 7:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.