ગાંધીનગર ખાતે આવેલી એસ.એસ.વી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ હિન્દી દિવસની ઉજવણી
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી છે. ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વર્ષ 2006માં દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરી હતી. હિન્દીના મહત્વને યાદ કરવા અને તેને એક ભાષા તરીકે માન આપવા માટે વિશ્વભરના હિન્દી ઉત્સાહી લોકો દ્વારા World Hindi Dayની ઉજવણી કરવામાં આવે છે.
ભલે અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે પરંતુ હિન્દી એક એવી ભાષા છે, જે તમને આખી દુનિયામાં બોલતા અને સમજતા લોકો મળશે. હિન્દી આપણા દેશના લોકો માટે માન, સન્માન અને ગૌરવની ભાષા છે.
ગાંધીનગર ખાતે આવેલી એસ.એસ.વી શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા આ દિવસની ખુબ જ સુંદર એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ ડિબેટ,ચર્ચા,હિન્દી કવિતા પઠન, નાટકો, પ્રશ્નોત્તરી કરી હિન્દી ભાષા-આપણી રાષ્ટ્ર ભાષાનું મહત્વ સમજ્યું હતું.